• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:અધ્યયન મંડળ દ્વારા વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયુ*

*અધ્યયન મંડળ મોરબી* દ્વારા દિનાંક ૧૯/૦૬/૨૫ , ગુરુવારે ના દિવસે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે
જેઠ વદ ૧૦, દિનાંક ૧૯/૦૬/૨૦૨૫ના માસિક બૌદ્ધિક વર્ગમાં વિપશયના સાધના અને બૌદ્ધ સંપ્રદાયના વિવિધ પાસાંઓ વિષય પર અધ્યયન મંડળના અધ્યેતા શ્રી શૈલેષભાઈ કાલરિયા વક્તવ્ય આપશે.
દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવાની વિનંતી કરવામાં આવે છે
*અધ્યયન મંડળ મોરબી*
સહ સંયોજક
વિજયભાઈ રાવલ
કમલેશભાઈ અંબાસણા
સંયોજક
ડો જયેશભાઈ પનારા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે*

editor

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે તમામ જી.આર.ડી.ના જવાનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી*

Hello Morbi

*બાલાચડી ગામે પેવર બ્લોક નું કામ મંજૂર*

Hello Morbi

Leave a Comment