• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય શિક્ષણ પુરસ્કાર 2021 માટે સામાજિક કાર્યકર અને સેવાભાવી અલ્પાબેન પટેલ ની પસંદગી થતા: આણંદ શહેર જિલ્લામાં થી શુભેચ્છાઓ ની વર્ષા*

રિપોર્ટર-રાહિબ શા રફિક શા દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લાના મહિલા સશક્તિકરણ સહિત વિવિધ અન્ય સેવાકીય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે ના અલ્પાબેન પટેલ ની સેવાની સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે થી લઈ સરકાર શ્રી દ્વારા પણ નોંધ લેવામાં આવી રહી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે એક નહીં અનેક વખત સેવાકીય કાર્ય માં અલ્પાબેન પટેલ નું સન્માન સર્વે સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેની સેવા ની મહેક સર્વે સમાજના લોકો સુધી પહોંચી એજ્યુકેશન થી લઈ સામાજિક પ્રશ્નો અંગે તત્પર રહી સમગ્ર આણંદ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ તેની સેવાઓ ના ભાગરૂપે તાજેતરમાં જ ભારતીય શિક્ષક પુરસ્કાર 2021 એવોર્ડ માટે પસંદગી પામ્યા છે જેથી સમગ્ર આણંદ શહેર જિલ્લા માં અલ્પાબેન પટેલ ના હિતેચ્છુઓ સગાસંબંધીઓ સંસ્થાના સભ્યો અને અવાર નવાર અલ્પાબેન પટેલ ની સંસ્થા નો લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે જે અંગે જાણવા મળતી વિગત એવી છે કે આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત સંસ્થા નવ ગુજરાત સ્રી અધિકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અનેક સંસ્થાઓએ નોંધ લીધી છે. તેમજ વિવિધ પ્રમાણપત્રો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરેલ છે. આમાં વધુ એક સંસ્થા એજ્યુકેશન સેન્શેસન ગૃપ એ અલ્પાબેન પટેલની શ્રેષ્ઠ શારિરીક શિક્ષણની કામગીરી બદલ ભારતીય શિક્ષા પુરસ્કાર ૨૦૨૧ એવોર્ડ માટે પસંદગી કરી સન્માન કર્યું છે. આ ભવ્ય સંસ્થા તરફથી સન્માન આપવા માટે પસંદ કરવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

Related posts

*વાંકાનેર:આવતી કાલે વકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોફુક રખાયું*

Hello Morbi

*HELLO MORBI:ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં*

editor

*HELLO MORBI: મહેન્દ્રનગર તક્ષશિલા વિદ્યાલય ના પટરાગણ માં 75 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ*

editor

Leave a Comment