• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

મોરબી:તા૨૬ મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર (૧) દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૨૭-૦૯-૨૦૨૫ સુધી સવારના-૦૮:૦૦ કલાકથી રાત્રીના-૨૨:૦૦ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ગાંધીનગર ખાતે રજૂઆત: ખેડૂતોને સિંચાઈ માટે ૧૦ કલાક વીજળી આપવા ઉર્જા મંત્રીનો હકારાત્મક અભિગમ*

editor

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

Leave a Comment