
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 362 મા ગુરૂવારે ભજનમાં જામી રમઝટ
છેલ્લા સાત વર્ષથી ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની અભૂતપૂર્વ મોજ નગરવાસીઓ માણી રહ્યા છે.362 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ડો.રીટાબેન હીરેનભાઈ પટેલના નિવાસસ્થાને હતાં જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 1,46,000 (એક લાખ છેતાલીસ હજાર) જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.યજમાન પરિવાર ડો.હિરેનભાઈ પટેલ તેમજ ડો.રીટાબેન પટેલનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ડો.રીટાબેન પટેલે હાજર રહેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રેરણાદાયી અવસરે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, શહેર ભાજપ પ્રમુખ ડો.વર્ષાબેન પટેલ, રામપુરા મઠના કારભારી નિર્મળપુરી બાપુ સહિત અનેક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય જલારામ બાપાના ભજનની રમઝટ જામી હતી.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકર દ્રારા કરવામાં આવ્યું હતું.
