• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા ની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ યોજાયો*

જોડીયા તાલુકા ની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ યોજાયો.
(*શરદ રાવલ હરિયાણા દ્વારા*)ગુજરાત સરકાર ના ત્રી દિવસીય કાર્યક્રમ એટલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ.જેમ જોડીયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાં આજ રોજ ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.જેમ સાથે નાયબ બાગાયત અધિકારી શ્રી નકુમ સાહેબ.મામલતદાર ડી. સી.ગોહિલ સાહેબ.A.T.d.o. જાલા સાહેબ,તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર, Tpeo ગરચર સાહેબ ,રસિકભાઈ ભંડેરી,brc જામી સાહેબ crc કનુભાઈ તથા ગામના સરપંચ રાજુભાઈ તથા પન્નાલાલ, ગ્રામ આગેવાનો મોટો સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શાળા ના બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના કરાઈ હતી.મહેમાનો ના વરદ હસ્તે આંગણવાડી, બાલવાટિકા,અને ધોરણ 1 ના બાળકો ને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો.અને શાળા ના તેજસ્વી તારલાઓ ને પ્રમાણપત્ર અને સ્ટેશનરી કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.દરેક મહેમાનો ને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન શાળા ના બાળકો હરદેવ મકવાણા અને ડાંગર યુક્તિ એ સુંદર મજા નું કર્યું હતું.સ્વાગત પરિચય શાળા ના આચાર્ય શ્રી ભાવેશભાઈ પનારા ઍ કરાવ્યો હતો. રાઘવજીભાઇ એ પ્રવચન માં વધુ બાળકો સરકારશ્રી ની યોજન નો લાભ મેળવે .કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.શાળા ની કામગીરી ને વખાણી હતી.આજ ની તમામ શૈક્ષણિક કીટ ના દાતા શ્રી જયરાજભાઈ લક્ષ્મણભાઈ લૈયા દ્વારા આપવામાં આ હતી જે બદલ દાતા નું સન્માન પત્ર અને સાલ ઓઢાડી મંત્રીશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ ક્રાયક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો,અને ગામના યુવાનો સરપંચ અને SMC એ જહેમત ઉઠાવી હતી. અંતે આચાર્ય શ્રી એ આભારદર્શન કર્યો હતો

Related posts

*જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા આપવામાં આવતું ફળીયા શિક્ષણ* 

Hello Morbi

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝟐𝟎 વર્ષથી પગની તકલીફ હવે મળી નવી રાહત! આયુષ હોસ્પિટલ મોરબી*

editor

Leave a Comment