• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ શ્રીસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ*

 

બાલંભા:તા ૨૭ ગુજરાત સરકાર ના સમગ્ર શિક્ષા મીશન અંતર્ગત આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ આજરોજ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ જેમાં મુખ્ય અતિથિશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ના અંડર સેક્રેટરી શ્રી આશિષકુમાર પરેજિયા સાહેબ, જામનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ભાવેશભાઈ રાવલીયા સાહેબ, તથા કાર્યક્રમના દાતા તથા ગાંધીનગર ખાતે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી માનસતા પારુલબેન, બાલંભા ગામના સરપંચ શ્રી હિતેશભાઈ ટાંક, ભૂતપૂર્વ સરપંચશ્રી ઈશ્વરભાઈ ખોલિયા, બાળકોને પ્રોત્સાહક ઇનામ વિતરણના દાતાશ્રી લખધીરસિંહ જાડેજા, હાતીમભાઇ ત્રિવેદી, જોડિયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઇ રાઘવાણી, ભાજપ કાર્યકરશ્રી ભરતભાઈ રાવલ, પ્રેસ રિપોર્ટર શ્રી લલીતભાઈ નિમાવત તથા બાલંભા હાઇસ્કુલના આચાર્યશ્રી કમાણી સાહેબ તથા સમગ્ર સ્ટાફ, બાલંભા તાલુકા શાળા, દેવ શાંતિનગર પ્રાથમિક શાળા, રણજીત પર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટીકા, ધોરણ-૧, ધોરણ-૯ તથા ધોરણ-૧૧ ના બાળકોને કીટ આપી પ્રવેશ કરાવવામાં આવેલ. તથા ઉપસ્થિત દાતાશ્રીઓએ દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ યોગદાન આપ્યું હતું.
રિપોર્ટર:-લલીતભાઈ નિમાવત

Related posts

*તપોવન વિધાસંકુલ જેતપર ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખુબજ ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રભક્તિ નું ઉદાહરણ રજૂ કર્યું*

Hello Morbi

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ*

Hello Morbi

*જોડીયા ના હડીયાણા ગામે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી નું ભવ્ય સન્માન સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment