• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, આજે નોંધાયા 1564 પોઝિટિવ કેસ અને 16 દર્દીઓના થયા મોત

રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1564 પોઝિટિવ કેસ નોંધાયા અને 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 08 હજાર 278ને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,969 પર પહોંચ્યો છે, જ્યારે 1,451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 345 પોઝિટિવ કેસ સાથે 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો. સુરતમાં 3 દર્દીના મોત સાથે 278 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચમાં 1 દર્દીના મોત સાથે 20 પોઝિટિવ કેસ નોંધાયા, તો ખેડામાં પણ એક દર્દીના મોત સાથે 57 પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરામાં 171 પોઝિટિવ કેસ અને રાજકોટમાં 183 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

Related posts

*ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે*

Hello Morbi

*જામનગર ગ્રેસ યુથ કલબ દ્વારા ફૂડ વિતરણ કરાયુ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:વોર્ડનં ૫ ખાતે શ્રીમતી આરતીબા રાણાની ઉપસ્થિતમાં આંતકી હુમલામા મૃત્યુ પામેલ હિન્દૂ ભાઇઓના માનમાં શ્રધ્ધાજલિ સભા યોજાઈ*

editor

Leave a Comment