• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોવિશીલ્ડની સાઇડ ઇફેકટનો શખ્સે દાવો ઠોકતા સીરમે સામે ફટકાર્યો અધધ કરોડનો માનહાનિ કેસ

કોરોના (Corona) ના કહેરની વચ્ચે લોકો હવે રસી (Vaccine) ના આશા લગાવીને બેઠા છે. આ બધાની વચ્ચે ચેન્નાઇ (Chennai) માં સીરમ ઇન્સ્ટિટ્યુટ (Serum Institute)ની રસી કોવિશીલ્ડ (Covishield)ના પરીક્ષણમાં ભાગ લેનાર એક શખ્સે આરોપ મૂકયો છે કે તેને રસીના લીધે ગંભીર અસરનો સામનો કરવો પડ્યો છે. શખ્સે આરોપોની સાથે પાંચ કરોડ રૂપિયાનો દાવો પણ કર્યો છે. ત્યારબાદ સીરમની તરફથી પણ આ શખ્સ પર સો કરોડનો માનહાનિનો કેસ કરી દીધો છે.

પીટીઆઈના રિપોર્ટ મુજબ 40 વર્ષના શખ્સે આરોપ મૂકયો છે કે તેને પરીક્ષણના લીધે ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને બીજી કેટલીય સમસ્યાઓની સાથે ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડ્યો છે.

એટલું જ નહીં શખ્સે પરીક્ષણ રસીને અસુરક્ષિત ગણાવી તેના ટેસ્ટિંગ, ઉત્પાદન, અને વેચાણની મંજૂરી રદ્દ કરવાની પણ માંગણીકરી અને આમ ના કરવા પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી દીધી.

બીજીબાજુ સીરમ ઇન્સ્ટિટ્યુટે આ આરોપોને નકારી દીધો છે. નિવેદન પ્રમાણે અમારી દર્દીની સાથે સંપૂર્ણપણે સહાનુભૂતિ છે. પરંતુ વેકસીન ટ્રાયલ અને તેના ખરાબ સ્વાસ્થ્યની પરસ્પર કોઇ સંબંધ નથી. તે કારણવગર પોતાની ખરાબ તબિયત માટે સીરમ ઇન્સ્ટિટયુટને જવાબદાર ગણાવી રહ્યા છે.

આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યુટે ખોટા આરોપ લગાવાને લઇ ભારે-ભરખમ દંડ ફટકાર્યો છે અને શખ્સ પર 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આપને જણાવી દઇએ કે સીરમ ઇન્સ્ટિટ્યુટ કોવિડ રસી કોવિશીલ્ડનું ભારતમાં પણ પરીક્ષણ કરી રહ્યા છે.

Related posts

*મોરબી ના ઘુટુ રોડ પરથી એક શખ્સ હથિયાર સાથે પકડાયો*.

Hello Morbi

Digitising the Deed: New index puts land records online, simplifying sales

Admin

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતો ના અસ્થિઓ નુ વિસર્જન કરવા સોમનાથ જવા રવાના*

Hello Morbi

Leave a Comment