• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત ૧૨૩ દિવંગતો ના અસ્થિઓ નુ વિસર્જન કરવા સોમનાથ જવા રવાના*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

 

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી તા.૨૬-૫ ના રોજ ચંદ્રગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૩-૫-૨૦૨૧ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા કોરોનાગ્રસ્ત તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૨૨-૫-૨૦૨૧ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો સહીત કુલ ૧૨૩ દીવંગતો ના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવ્યા જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા.

આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, હરીશભાઈ રાજા, સી.પી. પોપટ, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, જીતુભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, હર્ષિત કંસારા, નિર્મિત કક્કડ, જયેશભાઈ કંસારા, હરકાંતભાઈ વ્યાસ, અનિલભાઈ સોમૈયા, અમિત પોપટ(પોપટ પાન), જયદીપ પોપટ, કૌશલ જાની, નવીનભાઈ જૈન, નંદલાલ રાઠોડ, ચિરાગ વોરા,દીનેશ સોલંકી સહીત ના જોડાયા છે..

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:દીકરી CA ફાઈનલ ની પરીક્ષા માં ઉતિર્ણ થતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ઉજવણી કરતા ગીતાબેન રાજેશભાઈ ઠક્કર*

editor

*HELLO MORBI: જશાપર પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી*

editor

*HELLO MORBI: આમરણ ચોવીસી પંથક જળબંબાકાર અનેક ગામો બેટમાં ફેરવાયા*

editor

Leave a Comment