• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોના વેક્સિન બનાવતી કંપનીઓ પર હેકરોની નજર, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

હાલ કોરોના (Covid 19) મહામારીથી બચવા માટે દુનિયાભરની નજર કોરોના વેક્સિન પર છે. અને દુનિયાની અનેક કંપનીઓ કોરોના વેક્સિન (Corona Vaccine) વિકસિત કરવા માટે દિવસ-રાત એક કરી રહી છે. અને અનેક કંપનીઓની વેક્સિન હવે અંતિમ તબક્કામાં છે. અને થોડા મહિનાઓમાં જ આ વેક્સિન દુનિયાને મળી જનાર છે. તેવામાં આ વેક્સિન પર હવે હેકરો (Hackers)ની પણ નજર છે. એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુસાસો થયો છે કે ભારત સહિત દુનિયામાં કોરોના વેક્સિન બનાવતી કંપનીઓ પર 80 લાખ વખત સાયબર એટેક (Cyber Attack) થયો છે.

સાયબર પીસ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં કુલ 54,34,825 અને નવેમ્બરમાં કુલ 16,43,169 સાયબર એટેક થયા છે. રિપોર્ટ અનુસાર કંપનીઓની સોથી અનિયંત્રિત સિસ્ટમ પર આ સાયબર હુમાલાઓ કરવામાં આવ્યા છે. સાયબર પીસ ફાઉન્ડેશને કહ્યું છે કે, આ કોરોના મહામારીના સંકટ દરમિયાન હેલ્થકેર સેક્ટર પર અનેક રેન્સમવેર એટેક થયા છે. કે જે એપ્રિલ 2020થી જ શરૂ થઈ ગયા હતા.

આ જ મહિનામાં માઇક્રોસોફ્ટે કોવિડ-19 રસી બનાવતાં ભારત સહિત 7 મોટી કંપનીઓને પર થયેલ સાયબર એટેક શોધી કાઢ્યા હતા. જેમાં કેનેડા, ફ્રાંસ, ભારત, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ સ્ટેટ્સની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને રસી સંશોધકોનો સમાવેશ થાય છે. હુમલો રશિયા અને ઉત્તર કોરિયાથી કરવામાં આવ્યો હતો. જો કે, માઇક્રોસોફ્ટે રસી ઉત્પાદકોના નામ જાહેર કર્યા નથી. માઇક્રોસોફ્ટ અનુસાર જે કંપનીઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી તેમાંની મોટાભાગની રસી ઉત્પાદકો એવી છે કે જેમની રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

ભારત સહિત વિશ્વના 180થી વધુ દેશોમાં કોરોના વાયરસનો ભય જોવા મળી રહ્યો છે. આ ચેપથી અત્યાર સુધીમાં 6.22 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસ ચેપગ્રસ્ત 14.51 લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. ભારતમાં પણ COVID-19 ના કેસ દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 93 લાખને વટાવી ગઈ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંત શ્રી રવિદાસજીની 𝟔𝟓𝟎 મીજન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રા નું આયોજન કરાયું*

editor

*HELLO MORBI: શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉતરાયણ મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:ટંકારા ખાતે પરણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવાના ગુનામા ગુનો રજી કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment