• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હડીયાણા કન્યાશાળા ખાતે “નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી કરાઇ*

 

નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો અહેવાલ
(શરદ રાવલ.હડીયાણા
દ્વારા)
PM SHRI HADIYANA KANYA SHALA ખાતે 29 ઓગસ્ટ 2025ના રોજ “નેશનલ સ્પોર્ટ્સ ડે” ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીની તમામ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી. ત્યારબાદ વિવિધ રમતો જેવી કે દોડ, લંગડી, ચેસ, બેડમિન્ટન, સંગીત ખુરશી, ઝેરી બોલ, લંગડી દોડ અને ફન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ધોરણની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતગમતના મહત્વને અનુભવીને આનંદ માણ્યો.
આજ રોજ વિશેષ રૂપે, ધોરણ 5 ની વિદ્યાર્થીની દેલવાડીયા ફ્રેના કેતનભાઈ દ્વારા હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ વિશે ખૂબ જ સુંદર અને માહિતીપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યું, જેમાં તેમના જીવન, સિદ્ધિઓ અને ભારત માટેના યોગદાનની ચર્ચા કરવામાં આવી. આજ રોજ CRC કનુભાઇ જાટીયા શાળામાં ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ક્ક્ષાએથી જામનગર, નગર નિયોજકશ્રી આદિત્યસિંહ ચુડાસમાસાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું. તેમણે શિસ્ત, ટીમ વર્ક અને સ્વસ્થ જીવનશૈલી માટે રમતગમતના ફાયદાઓ પર ભાર મૂક્યો.
કાર્યક્રમ અંતે વિજેતાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા અને આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન આદિત્યસિંહ ચુડાસમાસાહેબ દ્વારા જુદી જુદી 10 રમતોમાં પ્રથમ નંબર મેળવનાર 10 બાળકોને રૂ.૧૦૧ નું પ્રોત્સાહન ઇનામ આપવામાં આપ્યું હતું. શાળાના આચાર્યશ્રી અરવિંદ એન મકવાણાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન શ્રી આદિત્યસિંહ ચુડાસમાસાહેબ તથા SMC ના સભ્યો, આગેવાનો,ગ્રામજનો, વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.

Related posts

*સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જીગ્નેશ કાલાવડીયા એ ઈન્દોરમાં પત્રકારો ના હક હિત અધિકારો બાબતે ચર્ચા કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસા માં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર*

editor

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

Hello Morbi

Leave a Comment