
મેદસ્વિતા – Obesity માંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું મોરબી ખાતે આયોજન
માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે, GSYB ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત, તા.17 સપ્ટેમ્બર, 2025 થી તા.16 ઓકટોબર 2025 સુધી પૂરા ગુજરાતને મેદસ્વિતા મુક્ત કરવા માટે ગુજરાતભરમાં કુલ ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને યોગ્ય આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવી તે માટેના યોગાસનો, પ્રાણાયામ, ડાયટ પ્લાન વગેરેની જાણકારી આપી, વધુમાં વધુ લોકોને મેદસ્વિતા મુક્ત કરવાનો છે.
મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પમ્પ વાળી શેરીમાં, શનિદેવના મંદિર પાસે, શનાળા રોડ, ખાતે આ વિશેષ કેમ્પનું યોજાનાર છે.
કેમ્પનો સમયગાળો 30 દિવસ અને સમય સવારે 6:30 થી 8:00 રહેશે. રજીસ્ટ્રેશન ફી Rs. 300 છે, જે આપની નજીકના વિસ્તારમાં નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવતા GSYB યોગ ટ્રેનર મિત્રો, નવા યોગ ટ્રેનર બનવા ઇચ્છતા લોકોને તાલીમ આપતા યોગ કોચ મિત્રો અને મોરબી જિલ્લાનું સંકલન સંભાળતા જિલ્લા કોર્ડીનેટરના માધ્યમથી કેમ્પ શરૂ થાય તે પહેલાં આપવાની રહેશે.
રજીસ્ટ્રેશન નીચે આપેલ લિંક દ્વારા કરી શકાશે.
https://forms.gle/JpEzUTWATiWsMP6y6
વજન ઘટાડવા અને શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવવા વહેલી તકે આ ખાસ કેમ્પમાં નોંધણી કરાવી આપનું સ્થાન સુનિશ્ચિત કરવા ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણી ની યાદીમાં જણાવેલ છે.
વધુ માહિતી માટે મોરબી જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રીબેન પરમાર નો મો. 9033643781 પર સંપર્ક કરવા જણાવેલ છે.
