
ગોપાષ્ટમીના પરમ પવિત્ર દિવસે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા પાંચ લાખ ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાયા
ગોપાષ્ટમીના પરમ પવિત્ર દિવસે ગુરૂવારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાજારામ ગૌધામ ટેટોડા ખાતે નિર્માણ પામી રહેલ જલિયાણ ગૌમાતા હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યાં હતાં.પૂજ્ય રામરતનજી મહારાજના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ,ભજન સત્સંગ,ગોવાળ પરિવારોનું સન્માન, ભોજન પ્રસાદ,જલિયાણ ગૌમાતા હોસ્પિટલનું નિરિક્ષણ એમ તમામ કાર્યક્રમોનું સુચારૂ આયોજન સમયબધ્ધ રીતે કરવામાં આવ્યું હતું.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવાની અપીલ કરતાં અંદાજે 87000 સત્યાસી હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી. નવું વર્ષ તેમજ ગોપાષ્ટમી હોઈ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા પાંચ લાખ જલિયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ ટેટોડા ગૌશાળામાં પૂજ્ય રામરતનજી બાપુને અર્પણ કરવામાં આવ્યા હતા.
શશીકાંતભાઈ ડી ઠક્કર તેમજ ગણપતભાઈ ભાટીએ અપીલ કરતાં ડીસા ખાતે આગામી દિવસોમાં યોજાનાર પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીની ભાગવતકથા માટે મુખ્ય યજમાન તેમજ દૈનિક યજમાનોનાં નામ જાહેર કરાયાં હતાં. વરસાદી માહોલ હોવા છતાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભક્તો,ગૌભકતો,હરિભકતોએ હાજરી આપી હતી.
