• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય જલારામ બાપાની 𝟐𝟐𝟔 મી જન્મજયંતિ નિર્વિઘ્ને ઉજવાતાં ડીસાના જલારામ ભક્તોએ કરી પદયાત્રા*

પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિર્વિઘ્ને ઉજવાતાં ડીસાના જલારામ ભક્તોએ કરી પદયાત્રા
આ વર્ષે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી.વરસાદી માહોલ અતિ ભયંકર હતો.આગલી રાત્રે વરસાદને લીધે ટીસીડી ફાર્મ ખાતે બાંધવામાં આવેલ મંડપ પડી ગયો હતો.દસ હજાર હરિભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી.
પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતીના દિવસે સવારે 8=30 વાગ્યા સુધી વાતાવરણ ખરાબ હતું.આખી રાત અને વહેલી સવારે અનેક જલારામ ભક્તોએ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરતાં અને સૌની શ્રધ્ધાનો વિજય થતાં મેઘરાજાએ વિરામ લીધો હતો.પૂજય જલારામ બાપાની જન્મજયંતીના પવિત્ર દિવસે બુધવારે તમામ કાર્યક્રમો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા.એ વખતે જ ભગવાનભાઈ બંધુએ પદયાત્રાની જાહેરાત કરી હતી.
તારીખ 2-11-2025 રવિવારે સરોજબેન હિતેશભાઈ સોનપાલ પરિવારના સૌજન્યથી ડીસા એપીએમસી હનુમાનજી મંદિરે ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ અને સનાતન હિંદુ ધર્મના માધ્યમથી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ ભજન પૂર્ણ થતાં જ એપીએમસીથી જલારામ મંદિર સુધી 25 જેટલા જલારામ ભક્તોએ પદયાત્રા કરી બાપાનાં દર્શન કર્યાં હતાં.આ જલિયાણ પદયાત્રામાં સર્વ ભગવાનભાઈ બંધુ, તારાચંદભાઇ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ, કલ્પેશભાઈ -લાલાભાઈ, વિપુલભાઈ ગોહિલ, પ્રકાશભાઈ મજેઠીયા, મીનાબેન મજેઠીયા,કિસન કારિયા, પ્રકાશભાઈ કાનાબાર, સરોજબેન સોનપાલ, મીનાબેન અખાણી, દિનેશભાઇ વરાણાવાળા,વિપાબેન ગોહિલ,પી.સી.ઠકકર, અશોકભાઈ પૂજારા, કનુભાઈ તુષારવાળા, મંજુલાબેન આચાર્ય,પાયલબેન ઠક્કર,વીણાબેન આયા, જાગૃતિબેન એસ.ઠકકર, વર્ષાબેન કારિયા, ગીતાબેન વરાણાવાળા, ચંદ્રિકાબેન પી. ઠક્કર, રમીલાબેન ઠક્કર સહિત અંદાજે 25 જેટલા ભાઈઓ બહેનો જોડાયા હતા.
જલારામ મંદિર ડીસા ખાતે શારદાબેન આચાર્ય, જ્યોતિબેન આર ઠક્કર,ચારૂબેન ઠક્કર, હિતેશભાઈ સોનપાલ,જયંતિભાઈ મજેઠીયા, મૈત્રી મજેઠીયા,પૂનમ સોનપાલ, હસમુખભાઈ ઠક્કર સહિત સૌએ પદયાત્રીઓનું કંકુતિલકથી સન્માન કરી મીઠો આવકાર આપ્યો હતો.
તમામ પદયાત્રીઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ભાભરના હરિભક્તોએ ડીસા ખાતે સામૂહિક રીતે લાલો ફિલ્મ નિહાળી*

editor

*વાવાઝોડામાં વૃક્ષનું ખેદાનમેદાન છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું કેમ નથી?*

Hello Morbi

Leave a Comment