• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1510 કેસ સાથે 18 લોકોના મોત, 92 લોકો વેન્ટીલેટર પર

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1510 કેસ નોંધાયા છે. જ્યારે 18 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 4049 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 13 લોકોના મોત થયા છે. સુરતમાં બે જ્યારે રાજકોટમા બે અને વડોદરામાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1627 દર્દીઓ રિક્વર થયા છે. તો હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 778 એક્ટિવ કેસ છે. જ્યારે 92 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

બનાસકાંઠાના દિયોદર મામલતદાર અને પ્રાંત કચેરીના 6 કર્મચારી કોરોના પોઝેટિવ આવ્યા છે. જો કે બંને કચેરીઓ ચાલુ રહેશે પરંતુ અરજદારો માટેની કામગીરી બંધ રખાઇ છે. વધુ સંક્રમણ નહી ફેલાય જેને લઈ સોમવાર સુધી બંને કચેરીની કામગીરી બંધ રખાઈ છે. ઇમરજન્સી કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ શહેર પોલીસમાં 105થી પણ વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે શહેર પોલીસનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દરરોજ એક હજારથી 1 હજાર 500 પોલીસકર્મી અને અધિકારીનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવે છે. શહેરના 16 અર્બન હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટટિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર અજય ચૌધરી કોરોના ટેસ્ટનું નિરિક્ષણ કરવા ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા.અમદાવાદ શહેરના દરેક પોલીસ કર્મીને છ મહિના સુધીની કોરોના કિટ આપવામાં આવી હતી. સાથો સાથ રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ પણ પોલીસ કર્મીઓને આપવામાં આવી છે.

દાહોદના મંડાવરોડ નજીક માસ્ક વગર ફરતા લોકો સામે આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. લોકોના સ્થળ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. 30 લોકોના ટેસ્ટ કરવામાં આવતા જેમાંથી એક પોજેટિવ કેસ નોધાયો. જેથી હવે વધતા કોરોના કેસને લઈ આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે.

Related posts

*લીલાપર પ્રાથમિક શાળાને પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની ભેટ આપી વકીલ ના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.*

Hello Morbi

*HELLO MORBI:અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે. ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી* *પાડતી હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમ*

editor

*HELLO MORBI:પત્રકાર આરીફ દિવાન ની લાડકી મહેક બાનુ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા*

editor

Leave a Comment