• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેર વિસ્તારમા પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી*

વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી.

પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તેમજ પોલીસ અધીક્ષકશ્રી મોરબીની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. મોરબીએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે વાંકાનેર, પુલ દરવાજા પાસે, ટાઉન હોલની બાજુમાં, ખુલ્લા પટમાં એક મારૂતિ અર્ટીગા કાર રજી.નં. GJ-04-DN-3804 જેના પાછળના કાચ ઉપર અંગ્રેજીમાં RONAK લખેલ છે તે ગાડીમાં બે ઇસમો ગેરકાયદેસર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બેસેલ છે. જે બાતમી આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૦ (બી) ૨૯ મુજબની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવતા આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્રારા હાથ ધરેલ છે.

– આરોપી :-

1. લલીતભાઇ ઉર્ફે લકકી હેમંતભાઇ ધામેચા

2. વિજયભાઇ સાગરભાઈ સારલા

કબ્જે કરેલ મુદ્દામાલ :-
૧) વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૦૭ કિલો ૧૮૩ ગ્રામ કિ.રૂ.૩,૫૯,૧૫૦/-
(૨) મારૂતિ કંપનીની અર્ટીગા કાર રજી.નં. GJ-04-DN-3804 કિં.રૂ.૭,૦૦,૦૦૦/-
૩) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
૪) રોકડ રૂ.૩૫૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ.૧૦,૭૨,૬૫૦ /-

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે પ્રોહીબીશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ*

editor

*HELLO MORBI: મતદાન મહાદાન મોરબીમાં મતદાન કરો અને કોઈપણ દવા ઉપર મેળવો ૫ થી ૧૦ ટકાની છૂટ*

editor

*જોડિયાના જશાપર ના વતની ગીરધર બાપા એ આયુર્વેદિક કેમ્પ યોજ્યો*

Hello Morbi

Leave a Comment