• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મની ના કાર્લ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા*

*વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મની ના કાર્લ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા.*

જર્મની ના નાગરીક કાર્લ સાયકલ પર વર્લ્ડ ટુર કરવા નિકળ્યા છે ત્યારે તેઓ ભારત માં કાશ્મીર થી કન્યા કુમારી સુધી ની સફર સાયકલ પર કરી રહ્યા છે. તેઓ ગુજરાત ના વિવિધ સ્થળો ની મુલાકાત લઈ મહારાષ્ટ્ર જવા રવાના થશે. કચ્છ થી સોમનાથ ની સફર કરતી વખતે તેઓ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા હતા. તેમની સાથે તેમના ભારતીય ગાઈડ યુ.પી. ના આશીષ કુમાર જોડાયા હતા. મોરબી જલારામ ધામ દ્વારા તેઓની રહેવા-જમવા ની સમગ્ર વ્યવસ્થા કરવા માં આવી હતી. તેઓએ પૂ.જલારામ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા તેઓને પૂ.જલારામ બાપા ના જીવન ચરિત્ર તેમજ મોરબી જલારામ ધામ ના સેવાકાર્યો વિશે માહીતી આપવામાં આવી હતી. આ તકે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, અનીલભાઈ ગોવાણી, રાજભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓએ વિદેશી મહેમાન ને મહેમાનગતિ પ્રદાન કરી હતી.

Related posts

*HELLO MORBI: વર્ષ ૨૦૨૨-૨૩માં મોરબી જિલ્લાનાં ૧૨૪ લાભાર્થીઓએ મેળવ્યો રાજ્ય સરકારાશ્રીની ગોડાઉન યોજનાનો લાભ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી તાલુકા પો.સ્ટે.ના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

*HELLO MORBI:આમરણ: તા. ૨૦/૫/૨૦૨૪ નારોજ હજરત દાવલશાહ પીરનો ૫૩૧ મો વાર્ષીક ઉર્ષ ઉજવવાશે*

editor

Leave a Comment