• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

 

“સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત – ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન.
એમાં મોરબી સિરામિક એસોશિયન ના પ્રમુખ અને બ્લુઝોન વિટ્રીફાઇડ ગ્રુપ ના ચેરમેન મનોજભાઇ એરવાડીયા એ પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ – રાજકોટ ખાતે રાજ્ય સરકાર સાથે ૨૦૦ કરોડ નુ એમઓયુ સહી કર્યું.

સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા મંત્રી ગોયલ.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા.

મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના 800 પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉધોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, ” વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્ર”ની શરૂઆત “વિકસિત મોરબી” થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો.

આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા 1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો*

editor

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૨૨ સપ્ટેમ્બર સુધી પ્રવેશબંધી*

editor

*આત્મીય કોલેજ રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment