• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

ધો 10 ને 12 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ

મોરબી માં કુલ્લ 22870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.. તમામ તૈયારીઓ પૂર્ણ

કલેકટરશ્રી કે. બી. ઝવેરી સર ના અધ્યક્ષપદે બોર્ડની પરીક્ષા ના સુચારૂ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પહેલા યોજાયેલ વિડિઓ કોન્ફરન્સ માં શિક્ષણમંત્રી શ્રી કેબિનેટ પ્રદ્યુમ્ન વાઝા ને રાજ્યમંત્રીશ્રી રિવા બા જાડેજાએ કેટલાક જિલ્લાઓના રિવ્યૂ લઈ વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે ને સુચારૂ સંચાલન માટે તાકીદ કરી હતી
જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા એ કુલ્લ 17 કેન્દ્રો 85 બિલ્ડિંગ ને 803 બ્લોકમાં 22870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વગેરે આંકડાકીય વિગત આપી હતી. ઝોનલ અધિકારી ધો 12 ભાવેશ ભાલોડિયા ને ધો 10 ના શૈલેષ મેંરઝા એ સીસીટીવી સહિત તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે એની માહિતી આપી હતી
જિલ્લા કલેકટરશ્રી કે. બી. ઝવેરીએ પાડા પુલના રિપેરિંગ ને કારણે વિદ્યાર્થીઓ ને વાલીઓને થોડા વહેલા નિકળવાની ને બસમાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષભાઇ પટેલે વિદ્યાર્થીઓ ટ્રાફિક માં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસ નૉ સંપર્ક કરવાની ને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી ને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. આર. એ. સી શ્રી ખાચર સરે માળિયા ના વિદ્યાર્થીઓ ને તકલીફ ન પડે તે માટે બસ વ્યવસ્થા ગોઠવવા એસ. ટી તંત્ર ને અવિરત વીજ પૂરવઠા માટે વીજ તંત્રને સૂચના આપી હતી
ઇ. આઈ ધર્મિષ્ઠાબેન કડીવાર ને હિતેશ સરડવા એ આયોજન વ્યવસ્થા સંભાળી હતી

Related posts

*HELLO MORBI NEWS:હળવદ પો.સ્ટેના સુરવદર ગામે પ્રેમપ્રકરણમાં મોત નિપજાવનાર આરોપીઓની ધરપક્કડ કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS:પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના લાભ માટે ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં નોંધણી કરાવવી ફરજીયાત*

editor

*HELLO MORBI:ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment