• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના નામચીન માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી* *જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

મોરબીના નામચીન માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી
જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
તા.૧૦/૦૫/૨૦૨૩
પોલીસ અધિક્ષક શ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં શરીરસબંધી, સરકારી કર્મચારીની ફરજ રૂકાવટ, ધાકધમકી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા નવઘણભાઇ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડ ઉ.વ. ૩૦ રહે. મોરબી શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી તા.જી.મોરબી વાળાને આજરોજ તા.૧૦/૦૫/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે મોરબી શનાળા બાયપાસ રોડ તુલસીપાર્ક ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*ટંકારા સી આર સી હેઠળની પેટા શાળાઓની સી આર સી કક્ષા ની પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું* *જાહેરનામુ બહાર પડાયું*

editor

*HELLO MORBI:મોરબીના મોડપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું*

editor

Leave a Comment