• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો*

*મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો*

*કલેક્ટર શ્રી કે.બી. ઝવેરીએ રમતવીર કન્યાઓને બિરદાવી; મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિ*

*કબડ્ડી, કરાટે, જુડો અને બેડમિન્ટન સહિતની વિવિધ રમતોમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓનું કરાયું*

*મોરબી, તા. ૧૮ માર્ચ,*
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની ૪૮ જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કલેક્ટરશ્રીએ આ તકે દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે.
આ અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા રમતગમત અધિકારી શ્રી રવિભાઈ રાઠોડ, વિવિધ રમતના કોચ, વાલીઓ તેમજ દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

Related posts

*હડિયાણા સેવા સહકારી ના પ્રમુખ મગનભાઈ કાનાણી એ મતદાન કર્યું*

Hello Morbi

**મોરબી: તાજેતરમાં જ રીનોવેશન પામેલ લોકોની ભીડ વધી જતા મોરબીનો ઝુલતો પુલ એકાએક સાંજના સમયે તૂટી પડ્યો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નદીમાં પડી અને બચાવ કાર્ય શરૂ કર્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સમયના સીમાડાઓ ઓળંગીને… જ્યારે 𝟑𝟐 વર્ષ પછી મળ્યા શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોરબીના 𝐒𝐒𝐂 𝟏𝟗𝟗𝟒ની બેચના ‘બાળપણના 𝟑𝟐 દોસ્તો’!*

editor

Leave a Comment