• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

*ટંકારા તા. ૧૬ મે ના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક*

*મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા ટંકારા આઈટીઆઈ ખાતે યોજાશે ભરતી મેળો; નિયત લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાશે*

*મોરબી, તા. ૧૨ મે*

નિયામકશ્રી, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ રાજકોટ – મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ, ટંકારા ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ જરૂરી તમામ દસ્તાવેજો સાથે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. મોરબી જિલ્લાના નિયત લાયકાત ધરાવતા મહત્તમ યુવાનો આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

*ટંકારા સરદાર લેઉવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI NEWS:નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા.*

editor

*મોરબી:રવાપર પાસે આવેલ બોનીપાર્કમા તા ૨૦ ઓક્ટોબર ના નાટક અને કોમિક ભજવાશે*

Hello Morbi

Leave a Comment