• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

મોરબી:તા ૫ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારીશ્રી સક્સેનાજી, D.F.O., R.F.O. તેમજ વાંકાનેર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, જિલ્લાના તેમજ તાલુકા/શહેર ભાજપના હોદેદારો, તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ પર્યાવરણની સુરક્ષા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવી વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેરની જવાબદારી લેવા અપીલ કરી હતી. સાથે જ તમામ નાગરિકો, યુવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબીમાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આયુષ મોરબી:ઓછો દુખાવો નાના ચીરા ઝડપી રિકવરીઆધુનિક લેપ્રોસ્કોપી સાથે વિશ્વસનીય ગાયનેક સારવાર*

editor

*જામનગર એસ ટી વિભાગ ના નિયામક ની મુલાકાત લેતાં એસ ટી મજદૂર સંધ*

Hello Morbi

Leave a Comment