• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લાયન્સ કલબ ડીસા સહિત સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન*

લાયન્સ કલબ ડીસા સહિત સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન
જલારામ મંદિર ડીસા દ્રારા ડીસા નગરની તમામ સંસ્થાઓના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવે છે.તાજેતરમાં લાયન્સ કલબ ડીસા તેમજ શ્રી શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ ડીસાના નવા વરાયેલા પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે પધારી, દર્શન કરી, આશીર્વાદ લીધા હતા.
આ શુભ અવસરે લાયન્સ કલબ ડીસાના પ્રમુખ આશીષભાઈ શાહ, મંત્રી કલ્પેશભાઈ સોની, ઉપપ્રમુખ મીઠાલાલ શાહ,ખજાનચી નૈમેષભાઈ પટેલ,સહખજાનચી સચીનભાઈ ઠક્કર તેમજ શ્રી શ્રીમાળી સોની મહિલા ઉત્કર્ષ મંડળ ડીસાના પ્રમુખ મનીષાબેન સોની, મંત્રી અર્પણાબેન સોની, ઉપપ્રમુખ જાગૃતિબેન સોની સહિત સૌ હોદેદારોનું જલારામ મંદિર ડીસા દ્રારા કંકુતિલક, ફૂલછડી, સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
જલારામ ભક્તો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, દીલીપભાઇ રતાણી, હિતેશભાઈ સોનપાલ, કલ્પેશભાઈ -લાલાભાઈ , નરેશભાઈ ઉડેચા, ચંદુભાઈ એટીડી સહિત સૌએ નવા વરાયેલા હોદેદારોને શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
તમામ હોદ્દેદારોએ સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી જલારામ મંદિર તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની માનવતાવાદી અને જીવદયાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.સૌએ ગુરૂવારની મહાઆરતી તેમજ ખીચડી કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*મંત્રી જીતુભાઈ ની જન આશીર્વાદ યાત્રા નું સ્વાગત રાજકોટ માં*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના લાલપર ગામેથી મેફેડ્રોન ના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ*

Hello Morbi

Leave a Comment