• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દિવાળીના પાવન પર્વે બ્લૂઝોન સિરામિક ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજીની શુભેચ્છા મુલાકાત*

 

🪔 દિવાળીના પાવન પર્વે બ્લૂઝોન સિરામિક ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજીની શુભેચ્છા મુલાકાત 🪔

આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી સિરામિક એસોસિએશનના નિમંત્રણને માન આપી ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજી અમારી બ્લૂઝોન સિરામિક ફેક્ટરી ખાતે પધાર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત અન્ય ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડૉ. મનસુખભાઈ માંડવિયાજીએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને વેગ આપવા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અને તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનરનું ઉત્પાદન કરવા, રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિત વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો તથા સરકારની સંબંધિત નીતિઓ અંગે માહિતગાર કર્યા હતા.

તેમણે ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉદ્યોગોનો વિકાસ થશે તો દેશનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશના GDPમાં પણ સકારાત્મક વધારો થશે, એવો મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.સાથે સાથે વિવિધ દેશો સાથે થયેલ FTA થકી ભારતના ઉધોગને મહતમ ફાયદાની વિશેષ માહિતી આપી હતી

સાથે જ, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ મંત્રાલય કે સરકારી વિભાગની માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો ગમે ત્યારે સંપર્ક કરવા અને જરૂરી સહયોગ મેળવવા માટે તેમણે હકારાત્મક ખાતરી આપી હતી. આ માર્ગદર્શન ઉદ્યોગજગત માટે નવી તકોના દ્વાર ખોલનારું અને પ્રેરણાદાયી છે.

ઉદ્યોગોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા, સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા અને ઉદ્યોગોને આગળ વધારવા માટે સહયોગની ખાતરી આપવા બદલ માનનીય ડૉ. મનસુખભાઈ માંડવિયાજી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાજી તથા ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 🙏

ઉદ્યોગનો વિકાસ • રોજગારીનું સર્જન • દેશની પ્રગતિ

પ્રમુખશ્રી, મોરબી સિરામિક એસોસિએશન

Related posts

*HELLO MORBI: મોરબી માં રવિવારે ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂનો દારૂની બોટલ નંગ- ૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/- તથા વર્ના કાર મળી કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

*જોડિયા ના કેશિયા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment