• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:જાહેરમાં અડચણરૂપ કે ત્રાસદાયક કૃત્ય થશે તો દંડાશો: મ્યુનિસિપલ કમિશનર*

જાહેર નોટીસ
(જાહેર રસ્તા/જગ્યા પર ગંદકી,અડચણ/ત્રાસદાયક કૃત્ય કરનારાઓ સામે
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ ની કલમ ૧૫૨ તથા ધી ગુજરાત
પ્રોવિન્શીયલ મ્યુન્સિપલ કોપોરેશન એક્ટ-૧૯૪૯ ની જોગવાઈઓ મુજબ
કાર્યવાહી કરવા બાબત)
આથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારના તમામ નગરજનોને આ ખાસ નોટીસ આપી જણાવવામાં આવે છે કે નગરજનો દ્વારા જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર કચરો નાખવાના કારણે, રસ્તાઓ પર વાડાઓ કરી ઢોર-ઢાંખર બાંધી ઉકેરડાઓ કરવાના કારણો, ઘર વપરાશના પાણીનો જાહેર રસ્તાઓ પર કે શેરીમાં નિકાલ કરવાના કારણે, જાહેરમાં શૌચક્રિયા કે યુરીનેશન કરવાના કારણે,તેમજ પીવાના પાણીના નળ ખુલ્લા રાખવાથી પાણીના બગાડની સાથેસાથે ગંદકી પણ થાય છે. ઉપરાંત રેતી, કોંક્રિટ, બિલ્ડીંગ મટીરીયલ્સ, કાટમાળ કે ભંગાર વાહનો વગેરે જેવી ચીજવસ્તુઓ રસ્તા/જાહેર જગ્યા પર રાખવાથી નગરજનોને અડચણો ઉભી થાય છે.
સબબ, મોરબી મહાનગરપાલિકાના નગરજનોની જાહેર સુખાકારી માટે તેમજ જાહેર હિતમાં રસ્તા, જાહેર જગ્યા કે અન્ય જગ્યા પર ગંદકી, અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમોએ તાત્કાલીક અસરથી આવું કૃત્ય બંધ કરવા/દુર કરવા ફરમાવાવમાં આવે છે. અન્યથા જાહેરમાં ગંદકી કરવા બદલ રૂ. ૫૦/- થી રૂ. ૫૦૦/-, પાણીના વ્યય બદલ રૂ. ૧૦૦ થી રૂ. ૧૦૦૦/-, જાહેરમાં શૌચક્રિયા તેમજ થુકવા બદલ રૂ. ૫૦/- થી રૂ. ૫૦૦/-, બાંધકામનો સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા બદલ રૂ. ૧૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- તથા રસ્તા પર હાથલારી/કેબીન રાખી દબાણ કરવા બદલ રૂ. ૫૦૦/- થી રૂ. ૫૦૦૦/- ની રકમનો વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.
ઉપરાંત જે ઈસમો વારંવાર આવુ કૃત્ય કરશે કે ચાલુ રાખશે, તો તેવા ઈસમો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ ની કલમ ૧૫૨ તથા ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુન્સિપલ કોપોરેશન એક્ટ-૧૯૪૯ની જોગવાઈઓ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જે અંગેની મહાનગરપાલિકાના તમામ નગરજનોને નોંધ લેવા જણાવવામાં આવે છે. મોરબી
કમિશનર
મોરબી મહાનગરપાલિકા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં લોકશાહીના પર્વમાં ‘ફર્સ્ટ ટાઈમ વોટર્સ’નો થનગનાટ; સાદરીયા બ્રિન્દાએ પ્રથમ વખત મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ખેડૂતોને પાણીના ટાંકા બનાવવા તેમજ સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું*

editor

*HELLO MORBI:દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

Leave a Comment