• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવત થયા કોરોનાથી સંક્રમિત, ઘરમાં જ લેશે સારવાર

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. કેટલાય લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. જ્યાં મોટા મોટા મંત્રીઓ અને બોલિવૂડ હસ્તીઓ પણ આ વાયરસના સંક્રમણમાં આવતા હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

સીએમે કર્યુ ટ્વીટ

મુખ્યમંત્રી રાવતે ટ્વીટ કર્યુ લખ્યુ છે કે, આજે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જ્યાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે. તથા કોઈ લક્ષણો દેખાતા નથી. ડોક્ટર્સની સલાહ પ્રમાણે હું હોમ આઈસોલેશનમાં રહીશ. તેમણે આગળ લખ્યુ છે કે, સૌ કોઈને અપીલ કરુ છું કે, જે પણ લોકો ગત દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તે પોતાની જાતે આઈસોલેટ થઈ પોતાનો રિપોર્ટ કરાવી લે.

ઉત્તરાખંડમાં કોરોનાનો કહેર

ઉત્તરાખંડમાં ગુરૂવારે કોરોના સંક્રમણના 620 નવા કેસ આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ત્યાં 9 લોકોના મોત પણ થઈ ગયા છે. આ નવા કેસ આવ્યા બાદ હવે ત્યાં કુલ કેસ 84,689 થઈ ગયા છે. અત્યાર સુધીમાં પ્રદેશમાં 1384 લોકોના જીવ ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 76223 લોકો સાજા થઈ ગયા છે.

Related posts

આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… 72,480 કરોડ રૂપિયા

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

*શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૨૪-૪ થી સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે*

Hello Morbi

Leave a Comment