• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઓટો રીક્ષામાં નામ, સરનામુ અને સંપર્ક નંબર સહિતની વિગતો ડ્રાઇવર સીટ પાછળ લખવી ફરજીયાત*

   રીક્ષામાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહિલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતા અટકાવવા, બનેલ બનાવને શોધી કાઢવા અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા/શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષાઓમાં મુસાફરો સહેલાઇથી જોઇ શકે તે રીતે ચાલકની સીટની પાછળના ભાગે-રીક્ષાનો રજીસ્ટ્રેશન નંબર, વાહન ચાલકનું નામ સરનામુ, સંપર્ક નંબર ફરજીયાત લખવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

 

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા/શહેર વિસ્તારમાં ઓટો રીક્ષા ફેરવી ધંધો કરતા વાહન ચાલકે પોતાની રીક્ષામાં ડ્રાઇવરની શીટની પાછળના ભાગે પતરા અથવા એક્રેલીક (પ્લાસ્ટીક) ના સફેદ કલરના બોર્ડ ઉપર લાલ રંગની બોર્ડર અને લાલ કલરના અક્ષરોમાં વાહન નંબર, વાહન ચાલકનું નામ, સરનામુ, સંપર્ક નંબર તેમજ આપાતકાલીન સંપર્ક નંબર તેમજ મોરબી પોલીસ કંટ્રોલના નંબરો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે ફરજીયાત લખવા જણાવવામાં આવ્યું છે.

 

આ હુકમના ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષા કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ધ્રાંગધા શાખા બ્રાન્ચ કેનાલમાં સિંચાઇ માટે પાણીછોડવામાં ન આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની કોંગ્રેસની ચીમકી*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પિતા ની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો ચંદારાણા પરિવાર.*

editor

*HELLO MORBI:મોરબી જુના ગોર-ખીજળીયાના રસ્તે ઓરડીઓ પાસેથી એક ઇસમને ગેર-કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment