ગુરુવારે પણ બે સ્થળે કોરોના રસીકરણ હાથ ધરાશે
મોરબી : મોરબીમાં આજે બીજા રાઉન્ડમાં કોરોના રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્યના 200 માંથી લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આજે કોવિડ વેકસીનના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અને ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. વિપુલ કારોલીયાએ કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લીધો હતો.મોરબીમાં આ બે સ્થળે કોરોના રસી આપવા માટે 200 ફ્રન્ટ લાઈન વર્કરો નોંધાયા હતા.જેમાંથી 165 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 માંથી 80 અને ક્રિષ્ના હોસ્પિટલમાં 100 માંથી 85 આરોગ્ય વિભાગના લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી.હવે ગુરુવારે ત્રીજા તબક્કામાં રસીકરણ કરાશે. એમાં પણ બે સ્થળે જ રસીકરણ કરવામાં આવશે.
