• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર
————————————-
આ પૃથ્વી ઉપર દરેક વ્યકિત પરમપિતા પરમાત્માના સેવક તરીકે જ અવતાર ધારણ કરે છે.ઘણા ઓછા માણસોને એ ખ્યાલ રહે છે કે પરમાત્માએ તેને આ પૃથ્વી ઉપર માત્ર અને માત્ર સત્કાર્યો તેમજ પરોપકાર માટે મોકલેલ છે.પિતા શીવરામભાઈ ભુદરદાસ ઠકકર અને માતા શાંતાબેનના પરિવારમાં 29-8-1953 ના રોજ મોસાળ ગામ હનુમાનપુરા (રાધનપુર તાલુકો) ખાતે જન્મેલ,વતન ગામ તેરવાડા-ચાંગામાં ઉછરેલ તેમજ વર્ષોથી થરા ખાતે સ્થાયી થયેલ અચરતલાલ ઠકકરે અતિ પ્રચંડ પુરૂષાર્થ અને સંઘર્ષના સહારે પ્રારબ્ધ સાથે સ્નેહાળ મિલન કરી આગવી પ્રગતિ કરી હતી.સેવા અને સત્કાર્યોના લીધે અનેકજનોની ભરપૂર દુઆઓ પામેલા તેઓ તારીખ 13-7-2024 શનિવારે સહજ,સરળ,પીડારહિત,સુખદ મોત થકી પરમપિતા પરમાત્માને ભેટયા ત્યારે અનેકજનોએ એમની સેવાની સરવાણીનું સતત સ્મરણ કર્યું.
જીવનની પવિત્રતા,દિવ્યતા,ભવ્યતા,નિસ્વાર્થતા,ઉદારતા,કર્મઠતા,નિયમિતતા,શુધ્ધતા,નિષ્ઠા થકી તેમણે જીવનને મૂઠી ઉંચેરૂ બનાવ્યું હતું.પરમ જલારામ ભકત,વંદનીય સેવક અને સાચા ગૌભકત તરીકેની તેમની એક આગવી છબી ઉભરી આવી હતી.થરા જલારામ મંદિરના નિર્માણમાં પાયાથી જ તેમનું વિશિષ્ટ યોગદાન હતું.ચાંગા,પાદરડી,ટેંબી,ભાભર,વારાહી,ડીસા,ટેંટોડા,થરા,રાધનપુર,હારિજ સહિત અનેક ગૌશાળાઓમાં તેમનું યથોચિત યોગદાન રહ્યું છે.ચાંગા તેમજ પાદરડી ગૌશાળાની તેઓ વિશેષ જવાબદારી સંભાળતા હતા.કોઈપણ સંસ્થામાં ટ્રસ્ટી ના હોવા છતાં લોકોએ તેમનો પારદર્શક વહીવટ જોઈને તેમના ઉપર વિશેષ ટ્રસ્ટ રાખી મન મૂકીને ભરપૂર આર્થિક સહયોગ આપ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે અતિ મહેનત તેમજ પ્રવાસ કરી ભાજપના વરિષ્ઠ આગેવાનો તેમજ નાનામાં નાના કાર્યકરનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક અંગત વિશ્ર્વાસુ વ્યકિત તરીકેનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું હતું.થરા-કાંકરેજના વાલ્મિકી,દલીત,દેવીપૂજક,રાવળ સહિત તમામ સમાજને મદદરૂપ થવા તેઓ હરહંમેશ તૈયાર રહેતા.પરમ આદરણીય,વંદનીય,પૂજનીય અચરતબાપાની સ્મશાનયાત્રામાં ભારે ગરમીમાં પણ અધધધ કહી શકાય તેમ અસંખ્ય માનવમેદની ઉમટી હતી.થરા-કાંકરેજ પંથકની અઠારે આલમે એક અદનો સમાજ સેવક ગુમાવ્યાની લાગણી સાથે ઉંડો આઘાત અનુભવ્યો છે.તારીખ 15-7-2024 સોમવારે શ્રી જલારામ મંદિર થરા ખાતે રાખેલ તેમના બેસણા/દશામાં પણ અકલ્પનીય સંખ્યામાં શ્રધ્ધાંજલી અર્પવા લોકો પધાર્યા હતા.
ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ સંતો,મહંતો,પૂજનીય મહાનુભાવો,સંસદસભ્યશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,સરપંચો,જિલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકા સદસ્યો,સહકારી આગેવાનો,થરાના નગરજનો,ચાંગા-તાણા-તેરવાડા સહિત કાંકરેજ તાલુકાના તમામ ગામોના આગેવાનો,સમગ્ર ગુજરાતમાંથી પધારેલ સમાજના આગેવાનો-સ્નેહીજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોએ અચરતલાલની ખોટ કયારેય પણ નહીં પૂરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.એમના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યકિતનો અતૂટ વિશ્વાસ અને અસીમ લાગણી પ્રાપ્ત કરનાર અચરતભાઈ પ્રેમ,સેવા,સદભાવ,સહકાર અને અપાર સ્નેહના પ્રતિક સમાન હતા.નાનામાં નાનો માણસ તેમની પાસે આવી તેની મુશ્કેલી વ્યક્ત કરતો અને યોગ્ય સમાધાન,માર્ગદર્શન,સહકાર મેળવી રાજીપો અનુભવતો.
રાજકારણમાં પણ કાદવમાં કમળની જેમ અણીશુધ્ધ રહી પોતાનું ચારિત્ર્ય અને પ્રમાણિકતા સાચવી એક ચોખ્ખા અને બિનભ્રષ્ટ વ્યકિત તરીકેની આગવી છાપ ઉભી કરી હતી.રોટલાની તેમની તેમજ પરિવારની ઉદારતાને લીધે રોજેરોજ સંતો,મહંતો,આગેવાનો,મહાનુભાવો,મહેમાનોના ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમના નિવાસસ્થાને નિરંતર ચાલુ જ રહેતી.તેમનાં ધર્મપત્ની મુક્તાબેન,સુપુત્રો હર્ષદભાઈ,નિરંજનભાઈ,પુત્રવધુઓ હીનાબેન,ભારતીબેન,દીકરીઓ હીનાબેન,ઝંખનાબેન,પ્રપૌત્રો રાઘવ,કુંજ,વીર,ક્રિસ તેમજ પ્રપૌત્રવધુ કેયુરી સહિત સમગ્ર પરિવાર અચરતભાઈના આદેશને શિરોમાન્ય ગણી સતત સેવાકાર્યો,સત્કાર્યો,મહેમાનગતી તેમજ ભોજનસેવામાં વ્યસ્ત રહેતું હતું.
અચરતભાઈ એક મહામાનવ હતા.થરા-કાંકરેજ પંથકના લોકો તેમને દેવદૂત ગણતા હતા.તેમની અંતિમ વિદાય પછી હજારો લોકોએ અચરતભાઈ સાથેના સંબંધ તેમજ તેમની સાથે વિતાવેલ દિવ્ય ક્ષણોનું સ્મરણ કરી તેમના ગુણાનુવાદ થકી શ્રધ્ધાંજલી-ભાવાંજલી અર્પણ કરી હતી.સમગ્ર પંથકના દરેક વ્યકિતને અચરતભાઈ પોતાના જ સ્વજન લાગતા હતા અને તેથી જ આજદિન સુધી અસંખ્ય લોકો તેમના નિવાસસ્થાને પધારી પરિવારને આશ્ર્વાસન આપી સાંત્વના પાઠવી રહેલ છે.અનેક સંતો રૂબરૂ પધાર્યા.કેટલાક સંતોએ ફોન કરી પરિવારને આશ્ર્વાસન આપ્યું.અચરતભાઈ માટે સાહિત્ય જગતનાં તમામ વિશેષણો ઓછાં પડે તેવું તેમનું સેવાભાવી અને સુગંધિત જીવન હતું.તેમના સમર્પિત,સેવાભાવી,પરોપકારી,માનવતાલક્ષી જીવનને લીધે પરમાત્મા પણ અચરતભાઈને સહેજ પણ તકલીફ ના પડે તે રીતે મોડી રાત્રે સ્વર્ગમાં સાથે લઈ ગયા.લાખો લોકો સહજ,સરળ,પીડારહિત મોત માટે પરમાત્માને આજીજી કરે છે એવું સંત સમાન મોત અચરતભાઈને આવ્યું અને સૌને થાપ આપી સ્વર્ગારોહણ કર્યું.પોતાની હયાતીમાં સૌની સેવા કરનાર પણ કોઈનીય સેવા ના લેનાર અચરતભાઈએ મૃત્યુ વખતે પણ કોઈનીય સેવા ના લીધી.અચરતભાઈ જીવી તો જાણ્યા અને મરી પણ જાણ્યા.સમગ્ર થરા-કાંકરેજ પંથક જાણે કે એમનો જ પરિવાર હોય તે રીતે બધા સાથે પ્રેમ,લાગણી,સદભાવ,સ્નેહથી રહ્યા અને વર્ત્યા.થરા નાગરિક શરાફી મંડળીના માધ્યમથી તેઓ અનેક જરૂરિયાતમંદ નાના માણસોને ઉપયોગી થયા.જાણીતા સાહિત્યકાર કનુભાઈ કે.આચાર્ય,પ્રહલાદભાઈ ઉણવાળા,અરવિંદભાઈ રવજીભાઈ અખાણી,રસિકભાઈ કુવરવાળા,અમરતભાઈ મોચી જેવા વિવિધ મહાનુભાવોએ તો તેમની શાબ્દિક શકિત થકી અચરતભાઈ વિષે ઘણુંબધું લખ્યું તેમજ કહ્યું છે.મારા વ્યકિતગત વિકાસમાં માનનીય શ્રી અચરતભાઈનું ખૂબ જ મોટું યોગદાન છે.
પરમપિતા પરમાત્માએ અચરતભાઈને આ પૃથ્વી ઉપર જે સત્કાર્યો કરવા મોકલ્યા હતા એ તમામ તેમણે કર્યાં અને પરમાત્માનો અત્યંત રાજીપો પ્રાપ્ત કરી છેવટે પરમાત્માની ગોદમાં સમાઈ ગયા.અનેક સંસ્થાઓ તેમજ વ્યકિતઓએ તેમના શ્રધ્ધાંજલીપત્રોમાં અચરતભાઈ વિષે ઘણુંબધું લખ્યું છે.
કોઈનેય પણ દુશ્મન ના માનનાર પરમ આદરણીય,વંદનીય,પૂજનીય અચરતભાઈ શીવરામભાઈ ઠકકરના અતિ દિવ્ય,પવિત્ર,નિષ્કલંક,સુગંધિત જીવનને આદર તેમજ અદબપૂર્વક સલામ…કોટિ કોટિ વંદન.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલ:9825639643

Related posts

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*     

Hello Morbi

*ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઇવે કરશે જામ, ફરીદાબાદ-ગુરૂગ્રામ બોર્ડર પર 60 મેજિસ્ટ્રેટ પર તૈનાત*

Hello Morbi

*માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન* 

Hello Morbi

Leave a Comment