• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 8 નવી GIDC સ્થાપવાની જાહેરત કરી : મોરબીમાં અદ્યતન સુવિધાવાળું મોડલ એસ્ટેટ બનશે.                                        મોરબી : ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે.

 

દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવાશે. રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ – બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે                                                                     નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા – બનાસકાંઠાનો માર્બલ કટીંગ, પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ – જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોદરા ગાંધીનગરનો ફૂડ – એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ, આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.

 

આ નવી જી.આઇ.ડી.સી.વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરના ર૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મીટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. નવી GIDCના નિર્માણથી ૨૦,૦૦૦થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે.

Related posts

*AIIMS રાજકોટ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા પ્રથમ એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ : પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ મેળવ્યો*

Hello Morbi

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો દબદબો, 49માંથી જીતી 32 સીટો-કૉંગ્રેસની કફોડી હાલત

Hello Morbi

Leave a Comment