• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની આઇ.ટી.આઇ.માં પ્રવેશ પ્રક્રિયાનો સાતમો રાઉન્ડ શરૂ થયો*

xમોરબી: મોરબીની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં ખાલી રહેલ બેઠકો માટે સાતમાં તબક્કા માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેની છેલ્લી તા-૧૧/૦૨/૨૦૨૧ના સાંજે ૬:૦૦ કલાક સુધી રહેશે.

 

સાતમા રાઉન્‍ડ માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ માટે પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટઆઉટ કાઢી જરૂરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મોરબી ઘુંટુ રોડ ખાતે આવેલ સરકારી .ટી.આઇઆઇ ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.                                                                              જે ઉમેદવારોએ અગાઉ મોરબી આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારોએ અગલથી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત આઇ.ટી.આઇ મોરબી ખાતે અરજી કરવાની રહેશે. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો (૬) બેંક પાસબૂક (મરજીયાત) (૭) આવકનો દાખલો (૮) BPL (જો લાગુ પડતું હોય) જોડવાના રહેશે.

 

મોરબીના ઉમેદવારોને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૮૭૯૫ ૧૩૨૭૧, ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર સંપર્ક કરવો. ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીના આચાર્યની એક અખબારી યાદીમાં જણાવાયુ

Related posts

*મહેસાણા રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખની વસમી વિદાય* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરનાં રોણકી ગામ ખાતે એકવીસ કરોડનાં ખર્ચે પાણીના સંપ તેમજ પાણીની પાઈપલાઈન નું ખાતમુહૂર્ત ધારાસભ્ય સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઇંદીરાનગરવિસ્તારમાંથી વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા છ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment