• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

ભાવનગર શહેરના પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં લોકોમાં ચુંટણીને લઇ અનેરો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટીને ખુલ્લુ સમર્થન……..

આમતો ભારત ભરમાં ૨૦૧૪ની ચુંટણી બાદ સમગ્ર દેશમાં આવનારી તમામ નાની મોટી ચુંટણીઓમાં સતત ને સતત ભા.જ.પા પોતાનો વિજયક્રમ યથાવત રાખી અને દેશના લોકો પ્રત્યે પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની સંવેદનાનો દાખલો કાયમ રાખ્યો છે.

ગત વિધાનસભા-૨૦૧૭ અને લોકસભા-૨૦૧૯ માં પણ ભારતીય જનતા પાર્ટી જગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી અને ફરી એકવાર લોકોએ જે પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ વિકાસ પ્રત્યે ભરોસો દાખવી અને ફરી ભારતીય જનતા પાર્ટીનુ શાશન સમગ્ર ભારત અને ગુજરાતમાં છવાયુ ત્યાર બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી-૨૦૨૧ માં પણ કોર્પોરેટર બનવા ઉભેલા ઉમેદવારોને લોક સમર્થન મળી રહ્યુ હોય તેવુ સ્પષ્ટ પણે માહોલ સર્જાયો છે.ગુજરાત સાથે સાથે ખાસ ભાવનગરની વાત કરીએ તો, ખરેખર માહોલ જોતા એક જ તરફી પરીણામ ચુંટણી પહેલા દેખાઇ રહ્યુ હોય તેવુ વાતાવરણ બનવા પામ્યુ છે, કેમકે સૌ પ્રથમ તો ચુંટણીમાં ઉભેલા ઉમેદવારો કેટલા સક્ષમ, કેટલા લોકપ્રિય અને કેટલા લોકહિતના કાર્યો કરનારા છે તેના પર આધાર રાખતો હોય છે. પરંતુ ભાવનગર પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોની પેનલની જાહેરાત થતાની સાથે જ લોકોએ એક જ સુરમાં તમામ ઉમેદવારોને આવકારી અને વિજયી ભવ: નો આશિર્વાદ આપ્યો હતો. જેનુ ઉત્તમ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી-૨૦૨૧ ના પીરછ્લ્લા વોર્ડ-૬ ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોવા મળ્યુ હતુ.ખરેખર ભારતીય જનતા પાર્ટીના પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ કાર્યોને ભાવનગરની પ્રજાએ યાદ રાખી અને આ વખતે પણ ભારે બહુમતી સાથે વિજયી બનાવવા વચન આપ્યુ હતુ.

ગત ટર્મની ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા આ વિસ્તારમાં કરોડોના ખર્ચે અઢળક કામો કરી અને ભાવનગરની પ્રજાને સુવિધા આપી અને પોતાની જવાબદારી નિભાવી હતી. ભારતીય જનતા પાર્ટીની પેનલ દ્વારા મુખ્યત્વે આ વિસ્તારના વિકાસ માટે વડીલો, સ્થાનિકો લોક સ્વયંસેવકો ની સાથે સંકલન કરી લોકો સાથે મેળ-મેળાપથી જે પ્રશ્નો હતા તે હલ કરાયા, રોડ-રસ્તા, ગટર (ડ્રેનેજ), ચુખ્ખુ પીવાનુ પાણી, પ્રાથમિક આરોગ્ય સુવિધા, પ્રાથમિક શિક્ષણ, લોકોને સરકારી કચેરીએ સરળ પ્રકિયા સાથે વેપારી માટે પણ અનેક એવા ઉપાયોથી સરળતાના કાર્યો, ઘરે ઘરેથી કચરા ઉપાડવાની સુવિધા થકી સ્વચ્છ ભારત મિશનને સહકાર જેવા અઢળ મુદ્દાઓ દ્વારા ભાવનગર પર નહી પરંતુ ભાવનગરની પ્રજાના દિલો પર રાજ કર્યુ અને જે આ વખતે ચુંટણી પર સામે વળતુ મળી રહ્યુ છે.

કહેવાય છે કે સારા સાથે સારૂ જ થાય તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના પાછલા કાર્યકાળ દરમ્યાન કરેલ સારા, લોકહિત અને લોક કલ્યાણકારી કાર્યો અત્યારે ચુંટણીના પરીણામો પર ચોક્કસ અસર કરશે તેવુ જણાઇ આવે છે અને ફરી એકવાર ભારે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બનશે તેવી શહેરીજનોની લાગણી છે.

Related posts

*HELLO MORBI:જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલશ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ (બોટાદ) ખાતે સંપન્ન થયો*

editor

PMએ મજાક ઉડાવતાં કહ્યું -‘ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો’

Hello Morbi

*HELLO MORBI: મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાની BCCI કોચની પરીક્ષામાં ઉચ્ચક્રમાંક સાથે દ્રિતિય ચરણમાં પ્રમોટ થયા* 

Hello Morbi

Leave a Comment