• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા પંચાયત ની ભાજપ ની ટિકિટ ફાળવણી મુદ્દે જોડીયા તાલુકા કડિયા સમાજ ની નારાજગી ચરમ સીમાએ*

જામનગર જિલ્લા પંચાયતમાં ટિકિટ ફાળવણી સામે

 

જોડિયા તાલુકા માં ભાજપ સામે ગામે ગામ અસંતોષ સપાટી ઉપર, કડિયા સમાજ નારાજ

 

જામનગર જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર જિલ્લા પંચાયતની ૨૬ બેઠક જોડિયા તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

 

જોડિયા તાલુકા વિસ્તારના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તાર માં ગુજર  ક્ષત્રિય કડિયા સમાજ ના મતદારોનું પ્રભુત્વ ધરાવતાં હોત તેમજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પાયાના પથ્થર કાર્યકર્તાઓ ની અવગણ ના કરીને અન્ય અલગ અલગ આહિર, દરબાર, સતવારા, પટેલ, સમાજ માં  ૫ થી ૬ ટિકિટ જિલ્લા ભાજપ દ્વારા આપી દેવામાં આવતાં સ્થાનિક યુવા કાર્યકર્તા ઓમાં ભાજપ તરફી નારાજગી જોવા મળી રહી છે.

 

જોડિયા તાલુકા માં ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના વર્ષો થી પાયા ના પથ્થર સમા કાર્યકર્તાઓ ની અવગણના કરીને ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા વખતો વખત ખોટાં વચનો આપીને સમાજની અવગણના કરવામાં આવતી હોય છે.

 

ગત ટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન પણ આ મતવિસ્તાર માંથી ભાજપનાં  ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજય થયા હતા અને જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સતા આવતા વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો.

 

જોડિયા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ ના આગેવાનો દ્વારા ખાટલા બેઠક યોજીને સમાજના આગેવાનો ભાજપ તરફી નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ પણે દેખાઈ આવતા હતા વર્ષોથી જોડાયેલા પક્ષે સમાજની અવગણના કરતા સમાજના આગેવાનો તેમજ યુવા કાર્યકર્તાઓ માં ભાજપ તરફી

ભારે નારાજગી જોવા મળી રહી છે.

 

હાલારમાં કડિયા સમાજ ભાજપ થી નારાજ

 

 

એક ગ્રુપ ભાજપ સામે અંદર ખાને લડી લેવાના મૂડમાં, તો અન્ય ગ્રુપ પાડી દેવાના મૂડમાં                              જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ ના સુપડા સાફ કરવા સમાજ સક્રિય થયો, ગામે ગામ ખાટલા બેઠક યોજતા આગેવાનોઅહેવાલ હિતેશ રાઠોડ

Related posts

*આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબી ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાના પગલે વાંકાનેર જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમનો રદ કરી જીતુભાઈ સોમાણી અને તેમની ટીમ મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં બચાવ કાર્ય માટે પહોંચી*

Hello Morbi

Leave a Comment