જામનગર જિલ્લામાં જોડિયા તાલુકા ની અંદર છ હજારની વસતી ધરાવતું હડિયાણા વર્ષોથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી ને રાષ્ટ્ર વિચાર ધારા ધરાવતું ગામ જેમાં છેલ્લા 40 વર્ષ થયાં ભારતીય જનતા પાર્ટી ને લોકસભા /વિધાનસભા/ જિલ્લા પંચાયતના ઉમેદવારોને 1200થી 1700 મતસુધીની કમળ ઉપર મોર મારીને લીડ આપતું આ ગામમાં ભાજપ સરકાર દ્વારા સતત ઉપેક્ષા અને અન્યાય કરવામાં આવી રહ્યો છે લોકોને વર્ષો જૂની માગણી અને સિંચાઈના પિયત પાણી ના પ્રશ્નો જેમકે જાંબુડા થી ખીરી થી હડિયાણા બંધારા ને જોડતી કેનાલ નું કામ હજુ પણ અધૂરું હોય ખેડૂતોને આ બંધારાની કેનાલ દ્વારા પિયત માટે પાણી મેળવવા સરકાર શ્રી ને ઘણીવાર રજૂઆત કરેલ છતાં પ્રશ્ન ઉકેલાતા નથી, તેમજ ઉંડ એક સિંચાઇ કેનાલ દ્વારા બેરાજા,હડીયાણા,લીંબુડા,વાવડી, નેસડા વગેરે કમાન્ડમા આવતા ગામોમાં ખેડૂતોને આજે પણ
પિયત માટે પાણીમળતું નથી એ ઊંડ કેનાલ અંડરગ્રાઉન્ડ આરસીસી વર્ક કરવાનું કામ ભાજપ સરકારે કોન્ટ્રાક્ટરને આપેલ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વગરકામ નિયમ મુજબ ત્રાંત્રિક દષ્ટિએ નબળું થતાં આ કેનાલ નું કામ ખોદાણ કરી અધૂરું છોડી અને છેલ્લાં દસ વર્ષ થયાં અધરતાલ પ્રશ્ન ,હાલ ઊંડકેનાલનું પાણી એકપણગામના કેચમેન્ટ એરિયામાં પહોંચાડવામાં આવતું નથી ખેડૂતો પિયત માટે રાહ જોઈને બેઠા છે કેનાલનું કામ શરૂ પણ કરેલ નથી ભાજપ સરકાર પાસે દરેક ગામના પ્રતિનિધિ મંડળે
ઉંડ સિંચાઈ કેનાલ માટે ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ અણઉકેલ પ્રશ્ને આજે પણ એમ છે એવી જ રીતે નવ- જોડીયા જિલ્લા પંચાયત ની સીટ માં આવતાં ભાદરા, બાદનપર,જોડીયા ,લીંબુડા હડિયાણા. ખિરી,બાલાચડી આ બધા ગામને જોડતો રોડ જાંબુડા થી માળીયા સુધીનું ભારત સરકાર દ્વારા four lane road એસ્ટીમેન્ટ ને પ્લાન મંજુરથયેલ,એલીવેશન મુજબ બનાવવાના બદલે સ્વાથીઁ નેતા અને લેભાગુ કાયૅકરની દોરવણીથીઆ ફોરલેન્ડરોડ માળીયા થી ભાદરા અને ભાદરા થી ધ્રોલ તરફ લઇ જવાનું જે કાવતરું કરેલ છે એના લીધે આ વિસ્તારના દરેક ગામને અન્યાય થયેલ છે અને એ four lane road આજે જોડીયા જીલ્લા પંચાયત સીટના ગામડાઓને મળવાનો નથી ખૂબ રજૂઆત કરવા છતાં પણ ભાજપ સરકાર દ્વારા તેમનું નિરાકરણ કરેલ નથી જોડીયા ગામે ગુજરાત સરકાર દ્વારા ખારુ પાણી મીઠુબનાવવાનો પ્લાન્ટ જેમનું ઓનલાઇન ઉદ્ઘાટન કરેલ ડિસિલ્ટીનપ્લાન્ટ જોડિયા તાલુકા ઉપર કરવાનાએ પ્લાનને પણ દેવભૂમિ દ્વારકા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો ,આમ પ્રજાના મહત્વના પ્રશ્નો ,લોકોની રોજીરોટીનો પ્રશ્ન ,ખેડુતોના પિયત પાણીની રજુઆત કે પ્રશ્ન હોય રોડ-રસ્તાના પ્રશ્ન હોય આ બધા પ્રશ્નો ઉપરાંત જોડિયા તાલુકામાં જીઆઇડીસી બનાવવાની પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં હજી સોલ્યુશન આવેલ નથી અગાઉ રાજાશાહીમાં રેલ્વે લાઈન હતી આજે રેલવે પણ નથી જે વ્યવસ્થા છે એ અપૂરતી છે લોકો જોડિયા તાલુકા માંથી migration કરીને બીજા શહેર તરફ જતા રહે છે ત્યારે આ તાલુકાને બેઠો કરી,સતત વિકાસ કરવાની જરૂર હોય ત્યારે તાલુકાની અને તાલુકાના મહત્વના ગામડાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે જોડિયા જિલ્લા પંચાયત સીટ ઉપર અગાઉ બહારથી ઉમેદવારો મુકવામાં આવતા, આ વર્ષે જોડીયા જીલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ દ્વારા ઉમેદવારી નોંધાવા નિરીક્ષકો દ્વારા કહેવામાં આવતા દસ ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ પોતાના નામનું પરિચય પત્ર ભરી જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે માંગણી કરેલ ત્યારબાદ આ જિલ્લા પંચાયત સીટ ઉપર સિનિયર એવા સંઘના કર્મનિષ્ઠ, હડિયાણા ગામ તરફથી ઉમેદવારી કરેલ રમેશભાઈ નંદાસણા આ સિટના પ્રબળ લાયકદાવેદાર હતા પરંતુ સ્થાનિક ગામ્યધારાસભ્યશ્રીના કાવાદાવાથી ભાજપ નિરીક્ષક સમક્ષ નોંધાયેલ દસેક દાવેદાર ના બદલે બહારના દાવેદાર ને જિલ્લા પંચાયત ચૂંટણીમાં જોડીયાસીટમા ભાજપનો મેન્ડેટ આપી કાયમી ભાજપી એવા હડિયાણા ગામને અન્યાય કરેલ છે વર્ષોથી ભારતીય જનતા પક્ષને વફાદાર રહેતાં હડિયાણા ગામ ને ભાજપ કે કોંગ્રેસ દ્વારા છેલ્લા ૪૦ વર્ષમાં ક્યારે પણ તાલુકા પંચાયત ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ ,કારોબારી અધ્યક્ષ ના હોદ્દા આપેલ નથી કોંગ્રેસ કે ભાજપ પાર્ટીએ ક્યારેય પણ મોટા ગામ ની નોંધ લીધેલ નથી જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી હડિયાણા ગામમા કરાવેલ નથી સતત ઉપેક્ષા અને અન્યાય કર્મનિષ્ઠ કાર્યકર્તા ની ક્યારે પણ સંગઠનમાંનોંધ લેવામાં આવેલ નથી જીલ્લા સંગઠનમાં જિલ્લા ભાજપ કારોબારીની અંદર ઉપપ્રમુખ કે અન્યહોદ્દા માટે પણ નોંધ લેવામાં આવી નથી
જોડિયા તાલુકામાં અને હડિયાણા ગામમાં લોકો વચ્ચે જઈને મીડિયા દ્વારા સર્વે કરાતા પ્રજાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે હડિયાણા મોટું ગામ વર્ષોથી ભાજપ ને લીડ આપતુ ગામ અને જિલ્લા પંચાયતની સીટ માં ઉમેદવારી લાયક કર્મ નિષ્ઠ,સંગઠનમાં સતત દોડતા દરેક લોકોને ગમતો કાર્યકર રમેશભાઈ નંદાસણાની જિલ્લા પંચાયત ઉમેદવાર તરીકે પસંદગી કરવાના બદલે સેન્સ વગરનવા ઉમેદવારને પાર્ટીએ મૂકી મોટીભુલ કરી છે કોના કહેવાથી આવી ભૂલ જીલ્લા/પ્રદેશ ભાજપ સંગઠનને કરી ખરેખર અા અન્યાય છે,
,આવા અન્યાય અને આવી સંગઠનની ભૂલથી નારાજગી જોવા મળી રહી છે 1984 થી એબિવીપીમાં જોડાઈ,આરએસ એસના સ્વયંસેવક ,વિહિપ,બજરંગદળ,કિસાન સંઘ જીલ્લામંત્રી,જીલ્લાભાજપ,/તાલુકા ભાજપના વિવિધ હોદ્દાઓ ઉપર જવાબદારી ત્રીસેક વષૅથી સતત નિભાવતા, રાષ્ટ્રીયવાદિ કાયૅકરને અને હડિયાણા ગામને અન્યાય કરવામાં આવ્યો છે
અન્યાય સહન કરીને પણ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ ની જ વાતો કરતા જોવા મળે છે…….
શરદ એમ.રાવલ..હડિયાણા..
8160670219
