• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયાના તરધરીમાં રેશનિંગની દુકાનમાંથી રૂ.1.54 લાખનો અનાજનો જથ્થો સીઝ*

 મામલતદાર સહિતની ટીમે ઓચિંતા ચેકિંગ કરતા સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ થતી હોવાનું ખુલ્યું

માળીયા : માળીયા (મી) ના મામલતદાર સહિતની ટીમ આજે માળીયા તાલુકાના તરધરી ગામે આવેલ સસ્તા અનાજની દુકાને ત્રાટકી હતી અને મામલતદાર સહિતની ટીમે આ સસ્તા અનાજની દુકાને સઘન ચેકિંગ કરતા ગંભીર પ્રકારની ગેરરીતિ બહાર આવતા ગોલમાલ સબબ આ સસ્તા અનાજની દુકાનમાંથી 1.54 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.                        માળીયા મીયાણા તાલુકાના તરધરી ગામે આવેલ સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદાર ગરીબો માટેના અનાજના જથ્થામાં ગોલમાલ કરતા હોવાની અનેકવિધ ફરિયાદોને પગલે આજે માળીયાના મામલતદાર ડી.સી.પરમાર, પરેશભાઈ ત્રિવેદી તથા મહેશભાઈ વ્યાસ સહિતની ટીમ આજે માળીયા તાલુકાના તરધરી ગામે દોડી જઈને સસ્તા અનાજની દુકાનમાં ઓચીતું ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં મામલતદાર સહિતની ટીમે સસ્તા અનાજની દુકાનમાં રહેલા અનાજના જથ્થાની ચકાસણી કરતા ગરીબો માટેના અનાજના જથ્થામાં ભારે ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યું હતું.આ સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ બહાર આવતા હાલ રૂ.1,54,000 નો માલ સીઝ કરવામાં આવ્યો હતો અને આ અંગે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Related posts

*HELLO MORBI NEWS: જોડીયા:રામવાડી ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાન જયંતી ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

*HELLO MORBI:જુનાગઢ: મઢડાધામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે*

editor

Leave a Comment