જિલ્લા પંચાયત દ્વારા મર્યાદિત કીટ જ ફાળવાતી હોય લોકો કતારમાં
ટંકારા : મોરબી જિલ્લામાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે ટંકારામાં પણ અસંખ્ય કેસ આવતા હોય જિલ્લા પંચાયતના લજાઈ બેઠકના સદસ્ય ચન્દ્રિકાબેન કડીવારે રેપીડ ટેસ્ટ વધારવા કડકાઈ ભરી રજુઆત કરી છે. ટંકારા તાલુકાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કોરોના ટેસ્ટ કરાવવા રીતસરનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સિમીત સંખ્યામાં જ રેપિડ કિટ મોકલવામાં આવતી હોય અનેક શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટ કરાવવા રાહ જોવી પડે છે જે મતલબની ફરીયાદ લજાઈ જીલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવારને મળતા તાકીદે આરોગ્ય વિભાગ સાથે વાત કરી આ અંગે યોગ્ય કરવા જણાવી રેપીડ કીટ પૂરતી સંખ્યામાં ફાળવવા કડકાઈ ભરી રજુઆત કરી છે.
