• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

જોધપર ગામની સીમમાં બંગલામાં જુગારનો પાટલો માંડનાર સાત ઈસમો પકડાયા

 

મોરબી : મોરબી તાલુકાના જોધપરમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને રૂ.5.14 લાખની રોકડ સહિત છ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

 

મોરબી એલસીબી ટીમને મળેલી સચોટ બાતમી મળી હતી કે જોધપુર ગામની સીમમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલા નંબર 15માં રવાપર રોડ ઉપર રહેતા કિશોરભાઈ ગણેશભાઇ અધારા બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેને પગલે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા (૧) કિશોરભાઇ ગણેશભાઇ અધારા,ઉ.૫૦ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ નંબર-૬૦૨ (૨) રાજેશભાઇ સવજીભાઈ બાવરવા,ઉ.૪૦ રહે.વીરપર, તા.ટંકારા (૩) મહેશભાઇ ચતુરભાઈ ચાડમીયા પટેલ ઉવ.૩૬ રહે.રવાપર રાધે હાઇટસ ફલેટ ન.૨૦૧ (૪) જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા ઉ.૩૯ રહે.રવાપર વેલકમ પ્રાઇડ, સી-૩૦૨ તા.જી.મોરબી (૫) રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા, ઉવ-૪૫ રહે. મોરબી યદુનંદન પાર્ક – રવાપર રોડ, (૬) અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા ઉવ.૩૩ રહે.વીરપર તા. ટંકારા જી.મોરબી અને (૭) સંજયભાઈ બાબુ ભાઈ ચૌહાણ, ઉવ ૪ર રહે.મોરબી રવાપર રોડ,અનુપમ સોસાયટી વાળાઓને રોકડ રૂ.૫,૧૪,૦૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭ કુલ કિ.રૂ.૧,૦૯,૦૦૦ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.                                                                                      પોલીસની આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પો.ઇન્સ. એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી,ચંદુભાઇ કાળુભાઇ કાણોતરા, ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા, દશરથસિંહ ગગુભા પરમાર, દશરથસિંહ રણજીતસિંહ ચાવડા વગેરેએ કરી હતી.

Related posts

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે રાપર મહંત પૂજ્ય ડો.ત્રિકાલદાસ બાપુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*મોરબી વાંકાનેર ડેમો ટ્રેન હજુ લોક ડાઉન માં!!! મજુર મતદારો ને અવર-જવર માટે ભારે હાલાકી…

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૧ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment