• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : “તુ અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી માતા-પુત્ર પર હુમલો ચાર શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાઈ*

ટંકારા : ટંકારામાં “તુ અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે” કહી માતા-પુત્ર પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ માર મર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.                     આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ મગનભાઇ વામજા (ઉ.વ.૪૭, ધંધો-નિવૃત, રહે.લજાઇ ગામ, બસ સ્ટેશન પાસે, તા.ટંકારા) એ આરોપીઓ કેતન વામજા, વિશાલ દિનેશ દેત્રોજા, મુકેશ વાધજી, શંભુ મહિપતભાઇ વામજા (રહે.બધા લજાઇ, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા લજાઈ ગામ બસ સ્ટેશન પાસે ફરીયાદીના રહેણાક મકાન પાસે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તુ અમને ખોટી રીતે કેમ બદનામ કરે છે તેમ કહી ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના માતાને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શ્રી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ ની જલયાત્રા માં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજ નાં આગેવાનો રવાના.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ન્યુઝ ફોર કાઠિયાવાડના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી ભવનો ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠ્યા*

editor

Leave a Comment