• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઇ.સી.ડી.એસ. ઘટક ધ્રોલમાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ આઇ.સી.ડી.એસ. ઘટક ધ્રોલમાં સ્વભંડોળની ગ્રાન્ટ માંથી ૭૫ જેટલા અતી કુપોષિત બાળકોને EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફૂડ આપવામાં આવ્યું જેમાં શીંગદાણા,મીલ્ક પાઉડર, ખાંડ અને કોપરેલ તેલનુ મીક્ષણ કરી બાળકને આપવામાં આવસે જેથી બાળકમાં પ્રોટીન મળે અને બાળકનું પોષણ સ્તરમાં સુધારો લાવવા આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે એનર્જી પ્રોટીન ફુડ સખીમંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ.

આ કાર્યક્રમ ધ્રોલ તાલુકા પંચાયત એ મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીએ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબા પોલુભા જાડેજા તથા ઉપપ્રમુખશ્રી જેન્તીભાઈ કગથરા તથા માજી પ્રમુખશ્રી ભીમજીભાઈ મકવાણા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.ડી.સાંખલા સાહેબ તથા ટી.એચ.ઓ. જે.કે.પાંભર સાહેબ દ્વારા આગળ વધારવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપવામાં આવ્યું.

કાર્યક્રમ cdpo શ્રી નર્મદાબેન ડી. ઠોરીયાના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કો- ઓર્ડીનેટર અમીનભાઇ ઓડિયા તથા મહેબુબભાઈ છરેચાના કોર્ડીનેટ હેઠળ મુખ્યસેવિકા પૂજાબેન ધામેચા, પાયલબેન ડાંગર,મીતાબા જાડેજા, કાશમીરાબેન રાઠોડ આમ સમગ્ર બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ધ્રોલના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ……

શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*ગીર સોમનાથ જિલ્લાના રસ્તાઓની વેદના વ્યથા અને કરમ કથા*

Hello Morbi

*માળિયા (મી)ના ગ્રામ્ય વિસ્તાર માં ખેતમજૂરી કરતા પરિવારની ૧૪ વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગર:કાંતિલાલ અમૃતિયાએ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો*

editor

Leave a Comment