• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પટેલ ઓક્સિજન વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પુરા પાડશેજ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તમામ નાગરિકોને સુવિધા મળશે : નંબર સેવ કરી લેવા અનુરોધ*

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે સરકારી તંત્ર ભલે નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય પરંતુ નિર્દોષ નાગરિકોનો જીવ બચાવવા મોરબીની ખમીરવંતી પ્રજા હવે મેદાનમાં આવી ગઈ છે.ખાસ કરીને મોરબીમાં મોઢે માગ્યા પૈસા ચૂકવવા છતાં ઓક્સિજનના બાટલા મળતા નથી ત્યારે પટેલ ઓક્સિજન દ્વારા મોરબીની જનતા માટે ઓક્સિજનના બાટલા ફ્રી માં આપવાનું શરૂ કર્યું છે અને સાથો સાથ જ્યાં સુધી કોરોના મહામારી નાબૂદ ન થાય ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાની પણ સેવાભાવી ટીમે જાહેરાત કરી છે.

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે વોરાબાગ અંદર આવેલ પટેલ ઓક્સિજન દ્વારા છેલ્લા ચારેક દિવસથી દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર પુરા પાડવા સેવાયજ્ઞ શરૂ કર્યો છે શરૂઆતમાં પાટીદાર કોવિડ કેર સેન્ટરને ઓક્સિજન પૂરો પાડ્યા બાદ આજથી કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વગર મોરબીના તમામ લોકો માટે ઓક્સિજન પૂરો પાડવા જાહેર કરવામાં આવ્યું છે.                                                                   જેથી મોરબીમાં જે લોકો ઘર માં આઇસોલેશન ઉપર સારવાર લેતા હોય તેવા જરૂરિયાત વાળા ગરીબ દર્દીઓ માટે વિના મૂલ્યે મૅડિકલ ઓક્સિજન સિલિન્ડર 24×7 એટલે કે ચોવીસ કલાક ચાલુ કરવામાં આવી છે.ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે નીચે જણાવેલ સેવાભાવી લોકોનો સંપર્ક કરવો.

 

(1) ટી. ડી. પટેલ 9825223011 (લુણસર વાળા, ફેનિક્સ સિરામિક)

 

(2) પરેશ સદાતિયા 9825620149 (પટેલ ઓકિસજન, ખાખરાળાવાળા)

 

(3) મુકેશભાઈ કાલરીયા 9825620159 (ચકમપર વાળા, તિરૂપતિ કેમિકલ)

 

(4) પ્રવીણ અઘરા મો. 9825448598 (કે.બી, કોર્પોરેશન, સુરવદર વાળા)

 

(5) સંદીપભાઈ રાવલ 9429565699 (ભૂદેવ, તિરૂપતિ કેમિકલ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી એ ગ્રેડની નગર પાલિકા માટે હાઇકેડર ના ચીફ ઓફિસર ની તાત્કાલિક નિમણુક કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે ૩૦ ઓગસ્ટે યોજાનાર સંકલન બેઠક મોકૂફ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા 𝐈𝐌𝐀 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) મોરબી દ્વારા વિધાર્થીઓ માટે હીમોગ્લોબીન્ તેમજ બલ્ડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment