• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ડીસા ખાતે ” ભારતની અસ્મિતા ” ગ્રંથનું દબદબાભેર વિમોચન*


………………………………….
ડીસાના જાણીતા સમાજ સેવક,વિચારક તેમજ લેખક – બળદેવભાઈ રાયકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે લખાયેલ 75 વિશિષ્ટ આર્ટીકલનો સમાવેશ કરતા ડીજીટલ સ્મૃતિ ગ્રંથનું ડીસા જલારામ મંદિર ખાતે સમાજ સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ તેમજ ગફુલભાઈ દેસાઈના વરદહસ્તે દબદબાભેર વિમોચન કરાયું હતું. આ ગ્રંથમાં
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ” ભારતની અસ્મિતા “ને અનુલક્ષીને 75 જેવા અતિ મહત્વના વિષયો ઉપર ઉંડું સંશોધન કરી માહિતીસભર લેખો લખાયા છે જેને ડીજીટલ રીતે સંગ્રહિત કરાયા છે.આ બાબતે છેલ્લા એક વર્ષથી કેવી રીતે મહેનત કરીને આ રાષ્ટ્રીય કાર્ય સંપન્ન કરાયું તેના ઉપર લેખક બળદેવભાઈ રાયકાએ પ્રકાશ પાડી સૌનું શાબ્દિક સ્વાગત કરી વિમોચનમાં હાજર રહેનાર સૌ દેશભકતોને અભિનંદન આપ્યા હતા.” ભારતની અસ્મિતા ” ગ્રંથના વિમોચકો ભગવાનભાઈ બંધુ અને ગફુલભાઈ દેસાઈ દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું.
” ભારતની અસ્મિતા ” ગ્રંથ એ ઐતિહાસિક ગ્રંથ બની રહેશે એમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જણાવી બળદેવભાઈ રાયકાનું ખાદીનો ખેસ, સાલ, કંકુતિલક તેમજ પુષ્પગુચ્છથી ગૌરવભેર સન્માન કર્યું હતું. ” ભારતની અસ્મિતા ” ગ્રંથમાં 75 વિષયોને આવરી લેતો ભારતની આઝાદી પહેલાનો ઈતિહાસ,ક્રાંતિકારીઓ, સત્યાગ્રહીઓ , આંદોલનકારીઓની શહીદી,બલિદાનો,વિશેષ પાત્ર પરિચયો અને આઝાદીની ચળવળ નાં થયેલ વિશેષ આંદોલનો અંગેની સરસ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.ભારત આઝાદ થયા પછીની પણ મહત્વની ઘટનાઓને આલેખવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અને 75 વર્ષ નિમિત્તે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સર્વોતમ વિચારધારાને અનુલક્ષીને આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે ત્યારે સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ અવસરે શૈલેષભાઈ સિસોદિયા,સ્નેહલભાઈ જોશી, મનોજભાઈ ચૌહાણ,ચંદુભાઈ એટીડી,મૂળચંદભાઈ માળી,પરમાનંદભાઈ શર્મા,પ્રવિણભાઈ નાઈ સહિત સૌ મિત્રોએ પોતાનાં પ્રવચનો થકી બળદેવભાઈ રાયકાને અભિનંદન આપી તેમની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રેરણાદાયી રાષ્ટ્રભકિતના શુભ અવસરે ડીસા નગરના પ્રબુદ્ધ અગ્રણીઓ સર્વ ખોડાભાઈ દેસાઈ,મહેશભાઈ મનવર, આનંદભાઈ પી.ઠક્કર, મહેશભાઈ ઉદેચા, ભરતભાઈ દેસાઈ, મનોજભાઈ ચૌહાણ,દેવાભાઈ, દિનેશભાઈ એડવોકેટ , કમલેશભાઈ રાચ્છ, દિનેશભાઈ કવિરાજ, કાંતિલાલ માળી, વાહજીભાઈ , હિતેશભાઈ સિસોદીયા, નારણભાઈ ભાગલિયા, નરસિંહભાઈ , બાબુભાઈ , દિનેશભાઈ , રાજુભાઈ,દીલીપભાઈ બારોટ, મનુભાઈ પૂજારા સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:*ટંકારા માં ડૉ. આંબેડકર નાં ગુરુ મહાત્મા જ્યોતિરાવ 197 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.*

editor

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોનીવિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે* *મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે ૧૮ જૂનથી ૦૧ જુલાઈ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે*

editor

Leave a Comment