• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,લોહાણા કોર્પોરેટરો તેમજ વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન*…

ડીસા નગરપાલિકાના નવનિયુકત યુવાન પ્રમુખ રાજુભાઈ ઠકકર,લોહાણા કોર્પોરેટરો રવિભાઈ ઠકકર,ગોવિંદભાઈ મખીજા,વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મહિલા પાંખ બનાસકાંઠાના રીજીઓનલ પ્રમુખ દીનાબેન આચાર્ય સહિત સૌનું તાજેતરમાં જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા જલારામ મંદિર ખાતે સાલ,ફૂલછડી અને જલારામ દર્શન પુસ્તકથી દબદબાભેર સન્માન કરાયું હતું.આ અવસરે અનિવાર્ય સંજોગોને લીધે હાજર ના રહી શકેલ કોર્પોરેટરો નીતાબેન ઠકકર અને ઉષાબેન ઠકકરનું પણ શાબ્દિક સન્માન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના ખૂબ જ અનુભવી પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.શુભારંભે દીપપ્રાગટયવિધિ બાદ સૌનું શાબ્દિક સ્વાગત ટ્રસ્ટી નટુભાઈ આચાર્યે કર્યું હતું.આ શુભ અવસરે અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના સર્વ ડો.કિશોર આસનાની,મુકેશભાઈ આચાર્ય,દયારામભાઈ આર.ઠકકર,બાબુભાઈ ઠકકર,ગોવિંદભાઈ ભાગચંદાણી,ડાયાભાઈ એચ.ઠકકર સહિત સૌ આગેવાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.સમાજની અવિરત સેવા કરતા પત્રકારો આનંદભાઈ પી.ઠકકર અને ચંદુભાઈ ગોકલાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકરે પોતાના પ્રતિભાવમાં ડીસા નગરની સર્વોતમ સેવા કરવાની ખાત્રી આપી હતી.દીનાબેન આચાર્યે પણ મહિલા શકિતને સંગઠિત થઈ સમાજને વિશેષ ઉપયોગી થવા જણાવ્યું હતું.અધ્યક્ષસ્થાનેથી કનુભાઈ આચાર્યે સમાજના સંગઠન અને હકારાત્મક વલણની જરૂરિયાત વિષે જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સમયસર સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.કાર્યક્રમની સફળતા માટે શશીકાંતભાઈ ડી.ઠકકર,શારદાબેન આચાર્ય,જગદીશભાઈ પૂજારા,નરેશભાઈ આચાર્ય,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,દીલીપભાઈ રતાણી,વિજયભાઈ રાચ્છ, મેનેજર કિરણભાઈ માળી સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.સમાજ માટે સતત કામ કરતા અખિલ રઘુવંશી લોહાણા સમાજના મર્યાદિત આગેવાનો આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ માટે જલાબાપાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.બેઠક વ્યવસ્થા પણ કોરોના સંજોગોને અનુસરીને બનાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

*મોરબીઃ પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગોકળગાય ની ગતિ એ ચાલતા કામો વેગવંતા કરવા અપીલ કરી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી: મેલેરિયાગ્રસ્થ ગામોમાં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે)ની કામગીરી પ્રેમજી નગર ગામમા કરવામાં આવી*

editor

Leave a Comment