• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હવે મોરબી સિવિલ ચોક્કસ સુધરશે! અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની જગ્યાએ ડો.રાવલ મુકાયા*

અગાઉ બદલી થવા છતાં વર્ષોથી સિવિલમાં ચીટકી રહેલા અધિક્ષક દુધરેજીયાને રાતોરાત સુરેન્દ્રનગર મોકલાયા

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહેલા અને મોરબી માટે બોજરૂપ બનેલ સિવિલના અધિક્ષક ડો દૂધરેજિયાને સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મોરબી સિવિલ હોસ્પિટલના નવા અધિક્ષક તરીકે સુરેન્દ્રનગરથી ડો. રાવલની નિમણુંક કરવામાં આવી છે.

 

મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.દુધરેજીયા સામે અગાઉ અનેક વખત મનમાની ચાલવી સિવિલ હોસ્પિટલનો વહીવટ કથળાવી દીધો હોવાના માછલાં ધોવાયા છે પરંતુ રાજકીય વગના જોરે કોઈપણ ભોગે બદલી અટકવવામાં માહેર હોય પોતાનો પગદંડો જમાવી રાખે છે.                                           બીજી તરફ મોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી કહી શક્ય તેવી મોરબીની સિવિલમાં દર્દીઓની સારવાર સહિતનો અભાવ હોવાની એન્ક વખત ગંભીર બેદરકારીઓ પણ સામે આવી છે પરંતુ રાજકીય વગ ધરાવતા હોવાથી આ અધિક્ષક હમેશા કાર્યવાહીથી બચી જતા અને વર્ષોથી એક જગ્યાએ તાનશાહી ચલાવતા હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી.ત્યારે ચાલુ એપ્રિલ મહિનામાં કોવિડની પરિસ્થિતિ ગંભીર બની છે. આવી આપતીના સમયે સિવિલમાં અનેકવિધ પોલમપોલ બહાર આવી હતી.

 

આથી, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દૂધરેજિયાને સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે અને તેમની મોરબી સિવિલ હોસ્પિટલના નવા અધિક્ષક તરીકે સુરેન્દ્રનગરના ડો.રાવલની નિમણુંક કરવામાં આવી છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટને પણ પુરી કરવાના પ્રયાસો કરાયા છે જેમાં સિવિલમાં બે ડોક્ટરોની નિમણુંક કરાતા આ બન્ને તબીબો હાજર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા:લઈ જાવ લુટી જાવ ધમાકા ઓફરમાં જીઓ લાવ્યું છે બમ્પર ઓફર*

editor

Leave a Comment