• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા! સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

મોરબી: સમાજમાં શિક્ષણ એ સમાજ સંગઠિત એકતા સાથે એ સમાજનો વિકાસ થઈ શકે જ્યાં સંપ ત્યાં જંપ એવા શુદ્ધ વિચારો સાથે લોહાણા સમાજની વાડી ખાતે મોરબી એએમ રઘુવંશી યુવક મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૯થી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ સર્ટીફીકેટ સાથે ઇનામો આપી ને સમાજના વિદ્યાર્થીઓને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી લોહાણા સમાજની એકતા સમગ્ર સમાજના લોકોમાં હર્ષની લાગણી જન્મી હતી 2020 2021 મા કોરોના મહામારી અંતર્ગત વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં રહ્યા છે ત્યારે સમાજના વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે નાસીપાસ ન થવું પડે તેવા પ્રયાસો પણ સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પરિવારિક ક્ષેત્રે સાથે સાથે કુટેવ થી દૂર રહી પોતાનું અને પોતાના સમાજનું પોતાના પરિવારનું ચિંતન કરી પોતાનું ભાવિ પોતાને હાથે ઘરે તેવો શક્તિ શાળી સમાજનો વિદ્યાર્થી બને એવી આશાઓ સાથે આ કાર્યક્રમમાં દરેક લોહાણા સમાજના વિદ્યાર્થીઓને સન્માન શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યકમ યોજયો*

editor

*સુરત શહેર ખાતે મહિલા ઓ નું સન્માન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં આયુષ હોસ્પિટલખાતે સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરા ની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment