• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિષય*: *મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર હોસ્પીટલ મા જગ્યા ન મળતા ઘરે સારવાર મેળવતા કોરોના ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ ને રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે-ઘરે જઈ પારદર્શક વિતરણ કરવા તત્પર*.

માનનિય સાહેબ શ્રી,

જય ભારત તથા જય જલારામ સાથ જણાવવા નુ કે પ્રવર્તમાન સમયે કોરોના વાઈરસે સમગ્ર મોરબી ને બાન મા લઈ લીધેલ છે ત્યારે દીન-પ્રતિદીન કોરોના ના કેસ તથા મૃત્યુઆંક મા વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતી મા સમગ્ર મોરબી મા એક પણ હોસ્પીટલ તથા કોવિડ સેન્ટર મા જગ્યા ખાલી રહી નથી તેથી ગંભીર લક્ષણો ધરાવતા કોરોના ના દર્દીઓ પણ ઘરે સારવાર લેવા માટે મજબુર બન્યા છે. આ પરિસ્થિતી મા મોરબી ના તબિબો તથા મેડીકલ સ્ટાફ ઘરે જઈ દર્દીઓ ને સારવાર આપી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવા મા આવ્યો છે કે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ ને રેમડેશિવીર ઈન્જેક્શન નહીં મળે. તેનાથી દર્દીઓ ની સ્થિતી કફોડી બને છે તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ પરિસ્થિતી મા જો સરકાર ની તત્પરતા હોય તો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ (રજી.નં.ઈ-૭૧૩) સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો ઘરે ઘરે જઈ ડોક્ટર ને સાથે રાખી, વિડીયોગ્રાફી કરી, જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓ ને સરકાર માન્ય કીંમતે વિતરણ કરવા તૈયાર છે.

મોરબી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ પ્રસાદ ની વ્યવસ્થા, અંતિમયાત્રા બસ, શબવાહીની સેવા, સામૂહીક અસ્થિ વિસર્જન સેવા, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ વગેરે સેવા સર્વજ્ઞાતિય તેમજ સર્વધર્મ ના લોકો ને ઘણા વર્ષો થી ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ સહીત ના આગેવાનો ની આગેવાની મા પ્રદાન કરવા મા આવે છે. ત્યારે ગત વર્ષે સરકાર દ્વારા લાદવા મા આવેલ લોકડાઉન ના ૪૦ દીવસ દરમિયાન સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટ નુ જરિયાતમંદો ને વિતરણ કરવા મા આવ્યુ હતુ. પ્રવર્તમાન સમયે પણ સંસ્થા દ્વારા વિનામુલ્યે સર્વજ્ઞાતિય ઓક્સિજન બોટલ વિતરણ, રાહતદરે ઓક્સિમિટર, નેબ્યુલાઈઝર મશીન વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે.

મોરબી શહેર તેમજ જીલ્લા મા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કોવિડ ટેસ્ટ કેમ્પો યોજવા મા આવી રહ્યા છે ત્યારે તેમા આવતા પોઝીટીવ કેસ ની સંખ્યા સામે તંત્ર દ્વારા દરરોજ ઓછા જ કેસ બતાવવા મા આવે છે તેમજ ફાયર ડીપાર્ટમેન્ટે કરેલ મૃતદેહો ની અંતિમ વિધી ના આંકડા તથા તંત્ર દ્વારા જાહેર કરાયેલ મૃત્યુઆંક મા પણ તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ ગંભીર પરિસ્થિતી મા યોગ્ય દવાઓ તથા સુવિધાઓના અભાવે લોકો દમ તોડી રહ્યા છે. સરકાર દ્વારા રેમડેશિવીર ઈન્જેક્શન નો જથ્થો તંત્ર ના આંકડા પરથી પુરો પાડવા મા આવે છે જેથી તેની અછત સર્જાય છે. વહેલી સવાર થી બહોળી સંખ્યા મા લોકો ઈન્જેક્શન લેવા લાઈનો મા ઉભા રહે છે પરંતુ નિરાશા સાથે ખાલી હાથે પાછા ફરવુ પડે છે. આ મહામારી મા જો સરકાર તત્પરતા તથા ઈચ્છા દર્શાવે તો અમારી સંસ્થા પારદર્શક વિતરણ માટે તૈયાર છે. જેથી મૃત્યુઆંક ઘટાડી શકાય તેમજ લોકો અત્યારે જે સરકાર ની અસુવિધાઓ ના કારણે સરકાર ની કામગીરી થી નાખુશ છે તેમને સરકાર પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય.

આપના હકારાત્મક પ્રત્યુત્ય ની અપેક્ષા સહ….

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟐𝟎 લાખ અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*ઘાંટવડ ગ્રામ પંચાયતના સંરપચ અને ડેપ્યુટી સંરપચની વરણી કરી સતાવાર ચાર્જ સોપાયો*

Hello Morbi

Leave a Comment