• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

યુવકની હત્યામાં એક પોલીસમેનની સંડોવણી હોવાની ચર્ચા

 

જામનગરમાં ઠેબા ચોકડી પાસે આજે ઢળતી સાંજે એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. હત્યા નીપજાવી આરોપી કે આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ હત્યા પ્રકરણમાં એક પોલીસમેનની સંડોવણી હોવાની વાત વહેતી થઇ છે. રેતીના ધંધાના મનદુઃખને લઈને હત્યા નીપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

 

જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી હમેશા વિવાદનું ઘર રહી છે. અક્સમાત હોય કે મારામારી, છાસ વારે આવા બનાવો બનતા આવ્યા છે.

 

ત્યારે આજે ઢળતી સાંજે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ રેતીના ધંધા બાબતે બે પક્ષે બોલાચાલી થઇ હતી મામલો ઉગ્ર બનતા અંતે હથિયારો લઈ સામસામે આવી ગયા હતા. જેમાં એક યુવાન યુવરાજસિંહ સોઢાની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી.

 

આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પંચકોશી એ અને બી ડીવીજનનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. રેતીના ધંધા બાબતે બંને પક્ષે મનદુઃખ થયા બાદ લોથ ઢળી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં આરોપી તરીકે એક પોલીસમેનની સંડોવણી સામે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

પોલીસે ઘટના સ્થળ નજીકથી સીસીટીવી ફૂટેઝ કબજે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ બનાવના પગલે રાજય મંત્રી હકુભા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા…..

રિપોર્ટર..શરદ એમ.રાવલ..

હડિયાણા….

Related posts

*HELLO MORBI:આબુરોડ જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ રંગેચંગે ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#𝐘𝐮𝐯𝐚𝟒𝐍𝐚𝐭𝐮𝐫𝐞” અભિયાન અંતર્ગત પાણીના કુંડા વિતરણ**

editor

*મોરબીમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો માટે ગ્રાન્ટ ફાળવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ*

Hello Morbi

Leave a Comment