• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*C-Vigil એપ નાગરિકો માટે બની આચારસંહિતા* *ભંગ અંગે ફરિયાદો નોંધાવવા માટેનું મહત્વનું માધ્યમ*

 મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો અમલી હોવા છતાં જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે. હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી ૯ ફરિયાદોનો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાત્કાલિક જ નિકાલ કરાયો છે.

મોરબી જિલ્લાના ત્રણેય વિધાનસભા મતવિસ્તારોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર અત્યારે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત C-Vigil મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.
મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૯ જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ૫ ફરિયાદો ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૩ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૧ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ ૯ ફરિયાદો નોંધાઇ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો

Related posts

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment