• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજ કોસ્ટ ગાંધીનગર દ્વારા DO IT YOURSELF KIT નું ગુજરાત માં 100 શાળા ઓને વિતરણ કરાયું*

DO-IT-YOURSELF KIT તાલીમ કાર્યશાળા

 

ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં 100 શાળાઓને વિતરણ

 

 

ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતની 100 સરકારી માધ્યમિક શાળાને DO IT YOURSELF KIT નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ કીટ દરેક શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા યથા યોગ્ય, વૈજ્ઞાનિક અભિગમથી, પ્રાયોગિક રીતે બાળકો માટે ઉપયોગ થાય તે હેતુથી શ્રી શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ જિ.જામનગર સ્થળે ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા “DO IT YOURSELF KIT” તાલીમી કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર દિવસીય કાર્યશાળામાં ગાંધીનગરનાં ગોવર્ધનભાઈ ચૌહાણએ રોબોટિક કીટ, એડવાન્સ ઇલેક્ટ્રોનિક કીટ, ટેલીસ્કોપ કીટ, માઈક્રોસ્કોપ કીટ, મિકેનિકલ કીટ, મેથ્સ કીટ, અર્થ સાયન્સ કીટ વગેરે અંતર્ગત તમામ પ્રવૃતિની પ્રયોગિક તાલીમી આપેલ. દરેક શિક્ષકમિત્રો એ જૂથમાં આ કાર્ય ઉત્સાહભેર કરેલ. સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરિયાએ જિલ્લાની ત્રણ શાળાઓને આ કીટ માટે પસંદ કરવા બદલ ગુજકોસ્ટ, ગાંધીનગર ટીમનો આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યાએ કરેલ. તાલીમી કાર્યશાળાને અંતે સામેલ તમામ શિક્ષક મિત્રોને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવેલ.

 

શરદ એમ.રાવલ.. હડિયાણા

Related posts

વાંકાનેર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ ફરીથી શરૂ કરવા રજૂઆત

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કૉલેજમાં ચાલતા કોઇપણ કોર્સમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ સુવિધા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment