• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સી.આર.સી પીઠડમાં સી.આર.સી.કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

સી.આર.સી પીઠડ ની શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરતા બે શિક્ષકોને આજ સી.આર.સી પીઠડ પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠડ તાલુકા શાળાના ફેફર રાકેશભાઈ અને કુબાવત નરેન્દ્રભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બંને શિક્ષકો દ્વારા એન.એમ.એમ.એસ., જવાહર નવોદય,અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, online class, વેકેશન દરમિયાન વિશેષ કામગીરી કરી હતી . વેકેશન દરમિયાન બાળકો માટે ૩૨ ક્વિઝનું આયોજન પણ કરેલું હતું. NMMS પરીક્ષામાં વર્ષ 2019/20માં જોડિયા તાલુકામાં 13 બાળકો મેરિટમાં આવ્યા હતા તેમાં 6 બાળકો સી.આર.સી. પીઠડના હતા તેમાં પણ 3 બાળકો પીઠડ તાલુકા શાળાના હતા. અને 2020/21 માં જોડિયા તાલુકામાં 8 બાળકો મેરિટમાં આવ્યા હતા તેમાં 3 બાળકો પીઠડ તાલુકા શાળાના હતા. તેમજ 2019/20માં જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષામાં એક બાળકે પ્રવેશ મેળવ્યો હતો. બાળકો માટે બંને શિક્ષકો દવારા ખૂબ મહેનત કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે આ બાળકો પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવ્યા

આવા સતત મહેનત કરતા અને ઉત્સાહી શિક્ષકોનું સી.આર.સી. પીઠડના સી.આર.સી. કો-ઓર્ડિનેટર અજયભાઈ વિરડા, શ્રી પીઠડ તાલુકા શાળાના આચાર્ય વખારિયા જીનેશભાઈ તેમજ તમામ પેટા શાળાના આચાર્ય દ્વારા બંને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું……

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

કલોલમાં વિનાશક બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, ONGC પાઈપલાઈનમાં ધડાકાની આશંકા

Hello Morbi

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

Hello Morbi

*HELLO MORBI:ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

editor

Leave a Comment